2 દિવસમાં બીજી ઘટના બની..રાજકોટમાં આખલાએ બે વૃદ્ધાને મારી ઇજા પહોંચાડી

રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. 22 માર્ચના રોજ રાજકોટના મવડી વિસ્તારમાં રાત્રિના સમયે બે આખલા લડતા લડતા એક બાઈક પર પડ્યા હતા. આ ઘટનામાં એક વૃધ્ધનું મોત નીપજયું હતું. તો બીજી તરફ એક વેપારીને પાંસળીઓ ભાગી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનાના બે દિવસ બાદ ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ રાજકોટમાં સામે આવ્યો છે. આ બીજી ઘટના રાજકોટના રૈયાધાર વિસ્તાર કે જ્યાં બે વૃદ્ધાને આખલાઓ ઢીક મારીને પછાડી દેતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અને આ ઘટનાની જાણ થતા બંને વૃદ્ધાના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

રિપોર્ટ અનુસાર રાજકોટના રૈયાધાર વિસ્તારમાં કેસર મુછડીયા અને ભાણી મુછડીયા નામના વૃદ્ધા તેના પરિવારની સાથે રહેતા હતા.અને આ બંને વૃદ્ધા જ્યારે સવારે તેમના ઘર નજીક ઉભા હતા. તે સમયે એકાએક બે આખલા ત્યાં આવી ગયા. આ બંને આખલાઓ એ બે વૃદ્ધાઓને ઢીક મારીને જમીન પર પછાડી દીધા હતા. તેમજ આ ઘટનામાં બે વૃદ્ધાને ઇજા થઇ હોવાના કારણે તેમના પરિવારના સભ્યોએ તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે રાજકોટમાં આખલાઓએ હુમલો કર્યો હોવાની આ બીજી ઘટના બે દિવસમાં જ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીને લઇને લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

એક વૃદ્ધાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, જ્યારે વૃદ્ધા ઘર નજીક ઊભા હતા ત્યારે આ આખલો ત્યાં આવી ગયો હતો અને તેને વૃદ્ધાને ઢીક મારીને જમીન પર પાડી દીધા હતા. જેથી તેમણે શરીરમાં 3થી 4 જગ્યા પર ઇજા થવા પામી હતી. અમારી માગણી છે કે આ બાબતે મહાનગરપાલિકા દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે અને અમારા વિસ્તારમાં ઢોર પકડવાની ટીમ છેલ્લા બે મહિનાથી આવી જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.