ખેડૂતે લાંચ માંગનાર મહિલા મામલતદારને ઓફિસમાં ઘૂસી જીવતી સળગાવી

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાથી એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા મામલતદારને ઓફિસમાં ઘુસી પેટ્રોલ નાખી જીવતી સળગાવી દેવામાં આવી છે. આ મામલામાં પોલીસે કહ્યું કે, સોમવારે સવારે એક વ્યક્તિ મામલતદારની ઓફિસમાં ઘુસી આવ્યો અને મામલતદાર વિજયા પર પેટ્રોલ રેડી આગ લગાવી દીધી.

તેલંગાણા ટુડે અનુસાર, જે સમયે ઘટના બની તે સમયે મામલતદાર પોતાની ઓફિસના રૂમમાં એકલા હતા. આગ લાગ્યા બાદ મહિલા અધિકારી ચિસો પાડતા પાડતા બહાર આવ્યા. ત્યાં બહાર રહેલા કર્મચારીઓએ તેમનો જીવ બચાવવાની કોશિસ કરવા લાગ્યા. જોકે, આગમાં વધારે સળગી ઉઠવાથી તેમનો જીવ બચાવવામાં અસફળ રહ્યા, અને ઘટના સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું. મહિલા મામલતદારને બચાવવાની કોશિસ કરી રહેલો એક વ્યક્તિ પણ ગંભીર રીતે દાઝી ગયો છે.

પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીની ઓળખ ખેડૂત સુરેશ તરીકે થઈ છે. આરોપીએ ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસ સામે શરણાગતી સ્વીકારી લીધી છે, અને તેણે જ મહિલાને સળગાવી હત્યા કરવાનો ગુનો કબુલ્યો છે.  આરોપી સુરેશે પોલીસને જણાવ્યું છે કે, ખેતીની નોંધણીના મામલામાં મામલતદાર વિજયાએ વિરોધીઓ સાથે હાથ મિલાવી લીધા હતા. ખેડૂત સુરેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને લાંચની પણ માંગ કરવામાં આવી હતી, જેને લઈ તેણે મામલતદારને જીવતા સળગાવી દીધા. આરોપીની દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.