કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો ચાલાક કેમ નહીં હોય તે કાયદાની નજરોમાં વધારે દિવસ સુધી બચી નહીં શકે.અને આજે અમે જે પુરુષની વાત કરી રહ્યા છીએ તેણે 13 વર્ષના 3 લગ્ન કર્યા. આખરે એવું શું થયું કે હવે તે ત્રીજી પત્ની સાથે જેલની હવા ખાઈ રહ્યો છે? આ કહાની તમને હેરાન કરી દેશે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 19 માર્ચના રોજ કોકડી માર્ગ પર એક મહિલાનું અડધું સળગેલું શવ મળ્યું હતું. આ બ્લાઇન્ડ મર્ડર કેસને સોલ્વ કરવો પોલીસ માટે પડકાર હતો. તો પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી…
પોલીસે સોશિયલ મીડિયા દ્વારા આ મહિલા બાબતે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો. જલદી જ મહિલાના પરિવારજનો કાંકેર પહોંચ્યા. મહિલાનું શવ જોઈને તેની ઓળખ 38 વર્ષીય પોતાની દીકરી પૂર્ણિમા ગ્વાલાના રૂપમાં થઈ. શવની સ્પષ્ટ ઓળખ થયા બાદ હવે પોલીસ ધીરે ધીરે આ કોકડું સોલ્વ કરવા નજીક પહોંચવા લાગી હતી.અને મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે 18 માર્ચના રોજ મહિલાનો પતિ તુલસીદાસ માનિકપુરી તેના ઘરે આવ્યો હતો અને પોતાની પત્નીને પોતાની સાથે લઈને ગયો હતો.
આ લીડ મળતા જ પોલીસ તુલસીદાસ માનિકપુરની તપાસ માટે ચપ્પા ચપ્પામાં શોધ કરવા લાગી પરંતુ તુલસીદાસે પોતાની મોબાઈલ બંધ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસની શંકા તુલસીદાસ પર વધી ગઈ તો તેને શોધવા માટે પોલીસ ભિલાઈ, કર્વધા, દૂર્ગ, રાયપુર સહિત આસપાસના કેટલાક અન્ય જિલ્લાની પોલીસ સાથે સંપર્ક સાધ્યો.અને આખરે એક CCTV ફૂટેજમાં નજરે પડ્યો કે તે પત્ની પૂર્ણિમાને એક સફારી કારમાં બેસાડીને ગુરુર તરફ ગયો હતો. પોલીસને છેતરવા માટે તુલસીદાસ સતત મોબાઈલ નંબર બદલી રહ્યો હતો અને પોતાની જગ્યા પણ બદલી રહ્યો હતો પરંતુ આખરે આરોપીની રાયપુરથી ધરપકડ કરી લેવામાં આવી.
તુલસીદાસ સાથે એક મહિલા ઇન્દ્રાણી માનિકપૂરીની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીની ધરપકડ તો કરી લીધી હતી પરંતુ હજુ આ કેસમાં ઘણા ખુલાસા થવાના બાકી હતા. જે મહિલાને તુલસીદાસ સાથે ધરપકડ કરવામાં આવી હતી તે તેની ત્રીજી પત્ની હતી. પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ તુલસીદાસે પૂર્ણિમા સાથે બીજા લગ્ન કર્યા હતા પરંતુ પૂર્ણિમાને જણાવ્યા વિના ઇન્દ્રાણી સાથે ત્રીજા લગ્ન વર્ષ 2021મા કરી લીધા હતા.અને જ્યારે આ વાતની જાણકારી પૂર્ણિમાને મળી તો આ લગ્નનો વિરોધ કરવા લાગી.
આ કારણે તુલસીદાસે પોતાની ત્રીજી પત્ની સાથે મળીને બીજી પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા મુજબ તુલસીદાસ અને ઇન્દ્રાણીએ મળીને ગુરુર સ્થિત પોતાના ઘરમાં જ બીજી પત્નીનું ગળું દબાવી દીધું અને ત્યારબાદ તેનું શવ કાંકેર જિલ્લા તરફ લઈ જઈને એક જંગલમાં લઈ જઈને સળગાવી દીધું.અને પહેલી પત્ની સાથે છૂટાછેડા, બીજી પત્નીની હત્યા કરનાર તુલસીદાસ હવે પોતાની ત્રીજી પત્ની સાથે કાયદાની ચૂંગલમાં ફસાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.