Apple સતત હાર્ડવેર સબસ્ક્રિપ્શન સર્વિસ કે જે તમને માત્ર આઈફોન જ નહિ પરંતુ આઈપેડ પણ માસિક પેમેંટમાં ખરીદવાની સુવિધા આપે છે, તેના પર કામ કરી રહ્યું છે.આ આઈફોન અપગ્રેડ પ્રોગ્રામ કરતા અલગ હશે અને તે તમને 24 મહિનાના ઇન્સ્ટોલમેંટથી આઈફોન માટે પે કરવાની સુવિધા આપશે.અને આ પ્રોગ્રામ હેઠળ, એકવાર તમે ડિવાઇઝ માટે પૂરું પેમેંટ કરી દો પછી તે ડિવાઇઝ તમારું થઇ જશે.
આ નવા હાર્ડવેર સબસ્ક્રિપ્શન સર્વિસ 2022નાં અંત સુધીમાં લોન્ચ થશે, તેવી અટકળો લગાવાઈ રહી છે અથવા તો 2023ની શરૂઆતમાં લોન્ચ થઇ શકે છે. નોર્મલ મોબાઈલ ફોન પ્લાનમાં આ પ્રોગ્રામ અલગ હશે.અને તેમાં હાર્ડવેરની પ્રાઈસ 12, 24 અને 36 મહિનાઓમાં સ્પ્લીટ થયેલ નહી હોય, પરંતુ તેમાં મંથલી ફી ભરવાની રહેશે.
Appleએ ટોપ 10 બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન્સ 2021ની યાદીમાં ગ્લોબલી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.અને દસમાંથી સાત સ્માર્ટફોન્સ આઈફોન જ હતા.
આમ APPLEએ પોતાનું સ્થાન લિસ્ટમાં જાળવી રાખ્યું જ્યારે Xiaomiને આ લિસ્ટમાં બે સ્થાન મળ્યા છે અને Samsungને એક. 2021માં ગ્લોબલ માર્કેટમાં 4000 કરતા પણ વધારે સ્માર્ક્ફોન મોડેલ્સ હતા, જેમાંથી ટોપ 5 મોડેલ્સ એપ્પલનાં હતા.અને iPhone 12 બેસ્ટ સેલિંગ મોડલ હતું.અને ત્યાર બાદ iPhone 12 Pro Max, iPhone 13, iPhone 12 Pro and iPhone 11ને સ્થાન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.