સોશિયલ મીડિયા પર 1000 રૂપિયાની એક નોટની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે RBI વર્ષ 2020ની શરૂઆતમાં આ નોટને જાહેર કરી શકે છે. આ તસવીરને ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે. પણ ખરેખર હકીકત એ છે કે, RBI આ રીતની કોઈ નોટ બહાર પાડવાની નથી.
આ નોટને ધ્યાનથી જોવા પર ખ્યાલ આવશે કે આ નોટ નકલી છે અને RBIનો તેની જોડે કોઈ સંબંધ નથી. નોટની જમણી બાજુ ધ્યાનથી જોશો તો દેખાશે કે Artistic Imagination જોવા મળશે. જે RBIની એક પણ નોટ પર જોવા મળશે નહિ. કોઈ આર્ટિસ્ટે આ નોટ બનાવી પોસ્ટ કરી હતી. આમ, વાયરલ થયેલી આ 1000 રૂપિયાની નોટ ફેક છે.
RBIની વેબસાઈટ પર પણ આ વિશે કોઈ જાણકારી નથી. ઉપરાંત આ વાયરલ થયેલી નોટ પર ગવર્નરની સાઈન પણ નથી. બલ્કે નોટ પર માત્ર એમકે ગાંધી લખાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.