કોંગ્રેસના મહિલા MLAને ભાજપે 50 કરોડની ઓફર આપી ?? જાણો વાઘાણીએ શું કહ્યું??

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. કોંગ્રેસ ભાજપ કે, આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના એક મહિલા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા માટે 50 કરોડ રૂપિયા આપીને આમંત્રણ આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ જાહેર સભામાં આ પ્રકારનું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના મહિલા ધારાસભ્ય મીડિયામાં રહેવા માટે આ પ્રકારની વાતો કરે છે અને ચૂંટણી આવે છે એટલે દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરતા બહાર આવે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેને એક સભામાં કહ્યું હતું કે, ભાજપ દરરોજ આમંત્રણ આપે છે કે, ચંદ્રિકાબેન તમને અહીં જોડવા છે. અને 50 કરોડમાં હા બોલે અને હું 50 કરોડની ધનવાન થઈ જાવ, ગાડી લઈ લવ, બંગલો લઇ લવ, પણ મારા આનાનું શુ.

ત્યારે આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ મીડિયામાં રહેવા માટે આ પ્રકારની વાતો કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જેમને આવવું હોય અને ન આવવું હોય તે તેમને મુબારક છે. આ તેમને કહેવાની જરૂર નથી. કોણે ક્યાં કેવી રીતે અને શું કહ્યું તે બાબતેની વિગતો પણ તેમને આપવી જોઈએ. ચૂંટણી આવે છે એટલે કેટલાક દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતાં નીકળે છે. જેમાં બહારથી આવેલા પણ કેટલાક દેડકા નીકળતા હોય છે. જે રીતે વરસાદ પૂરો થયા પછી આ દેડકા સમી જાય છે તે જ રીતે ચૂંટણી પૂરી થયા બાદ આ દેડકા ગુજરાતના હોય તો ભલે અને ગુજરાત બહારના હોય તો પણ ભલે પણ ગુજરાતની જનતા તેમને ફરીથી ધરતીમાં સમાવી દેવાની છે. અને જનતા ભારતીય જનતા પાર્ટીના વિચારને જ પ્રજ્વલિત કરવાની છે.

મહત્વની વાત છે કે, અગાઉ પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.