વીજચોરીનો આરોપ મૂકી ૬૦ હજારની લાંચ લેનાર નાયબ ઈજનેર સહીત બે ને ACB એ ઝડપી લીધા.

રાજ્યભરમાં ભ્રષ્ટ અધિકારીઓને કાયદાનું ભાન કરાવવા એસીબી એક્ટીવ છે અને ત્યારે વિછીયામાં ગ્રામ્ય એસીબીએ છટકું ગોઠવી વીજચોરીનો આરોપ મૂકી શખસને પાંચ લાખનો દંડ અને જેલની સજાનો ડર બતાવી ૬૦ હજારની લાંચ લેનાર પીજીવીસીએલના નાયબ ઈજનેર અને વચેટિયાને રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય એસીબીમાં વિછીયા પંથકના ફરીયાદીએ ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વિછીયા પીજીવીસીએલના નાયબ ઈજનેરે તે ડાયરેક્ટ તારમાં લંગરીયુ નાખી વીજચોરી કરી છે અને તારું લીસ્ટમાં નામ છે તારા વિરુદ્ધ કાર્યવાહી થશે તને ૫ લાખનો દંડ અને જેલની સજા થશે તેવો ડર બતાવી જો સજા-દંડથી બચવું હોય તો ૨ લાખ આપવા પડશે અને તેવું કહેતા રકઝકને અંતે ૮૦ અને છેલ્લે ૬૦ હજાર લાંચ નક્કી થઇ હતી

જે સંદર્ભે ગ્રામ્ય એસીબી પીઆઈ આર આર સોલંકી અને ટીમે વિછીયાની જ્લજીત સોસાયટી પાસે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને ત્યારે ફરીયાદીએ મૂળ રાજસ્થાનના હાલ વિછીયામાંરહેતા નાયબ ઈજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલા ઉ.૪૨ અને તેના મિત્ર અજય ઝવેર ડાભીને ૬૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ગ્રામ્ય એસીબીની ટીમે લાંચીયા અધિકારીને ઝડપી લઇ આગળની તપાસ રાજકોટ સીટી એસીબીને સોપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.