બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ટોચના બેટ્સમેનોએ નોંધાવેલા ઉપયોગી રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે અહીં રમાયેલા આઇપીએલની 15મી સિઝના પ્રારંભિક મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને છ વિકેટે હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ચેન્નઇના પાંચ વિકેટે 131 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર કોલકાતાની ટીમે 18.3 ઓવરમાં ચાર વિકેટે 133 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. અજિંક્ય રહાણેએ 44 રનનું યોગદાન આપ્યું હતું.અને બ્રાવોએ ત્રણ વિકેટ ઝડપવાની સાથે મલિંગાની (170) હાઇએસ્ટ વિકેટનો રેકોર્ડ સરભર કર્યો હતો.
બેટિંગ માટે આસાન જણાતી પિચ ઉપર ચેન્નઇની ટીમે નબળી શરૂઆત કરી હતી અને 61 રનના સ્કોર સુધી ઋતુરાજ (0), રાયડુ (15) તથા ઉથપ્પા (28) સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ધોની અને સુકાની રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 56 બોલમાં અણનમ 70 રનની ભાગીદારી નોંધાવીને ટીમને સન્માનજનક સ્કોરે પહોંચાડી દીધી હતી.અને જાડેજાએ અણનમ 26 રન બનાવ્યા હતા.
આઇપીએલમાં ધોની 50 પ્લસ સ્કોર બાદ 20મી વખત અણનમ રહ્યો છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડયો હતો. ધવન 19 વખત અણનમ રહેવાની સિદ્ધિ મેળવી હતી.અને એબી ડિવિલિયર્સ સર્વાધિક 23 વખત અણનમ રહ્યો છે.
આઇપીએલની 15મી સિઝનના પ્રારંભિક મુકાબલામાં ધોની સ્પેશિયલ જોવા મળી છે. ધોનીએ 38 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે સાત બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. આઇપીએલમાં ધોનીની આ 24મી અડધી સદી છે અને તેણે આઇપીએલમાં 35 મહિના બાદ 50 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે.અને ધોનીએ છેલ્લે 2019ની 21મી એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 48 બોલમાં અણનમ 84 રનની ઇનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.