પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારથી રમાનારા આઇપીએલ ટી20 લીગના મુકાબલા સાથે ડબલ હેડરનો પ્રારંભ થઈ જશે. આ મેચમાં ભારતના વર્તમાન સુકાની રોહિત શર્મા અને ભાવિ સુકાની તરીકે ગણવામાં આવતા રિષભ પંત વચ્ચે સીધો મુકાબલો થશે. આ મેચ બ્રેબોર્ન ખાતે બપોરે 3:30 કલાકથી શરૂ થશે. મુંબઇની ટીમે રોહિત, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ અને જસપ્રીત બુમરાહ સહિત પોતાની કોર ટીમને જાળવી રાખી છે અને દિલ્હી સામે આ તમામનું પ્રદર્શન મહત્ત્વપૂર્ણ પુરવાર થશે.અને દિલ્હીના સુકાની પંતની કેપ્ટનશિપ ઉપર પણ તમામની નજર રહેશે.
રોહિત અને ઇશાન કિશન મુંબઇ માટે ઇનિંગ્સનો પ્રારંભ કરશે. સૂર્યકુમાર યાદવ હાલમાં બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તે પ્રથમ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને ફેબિયન એલનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન અપાશે. મુંબઇની ટીમે તેના મિડલ ઓર્ડર અને નીચલા ક્રમ ઉપર વધારે ધ્યાન આપવું પડશે જેમાં માત્ર પોલાર્ડ જ અનુભવી જણાય છે. તિલક વર્મા, ટિમ ડેવિડ અને સાઉથ આફ્રિકાનો યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસમાંથી કોને તક મળે છે તે જોવાનું રહેશે.અને બુમરાહ પેસ આક્રમણ સંભાળશે અને ડાબોડી પેસ બોલર જયદેવ ઉનડકટ બ્રેબોર્નની પિચ ઉપર ઘાતક બની શકે છે.
દિલ્હી પાસે રોવમેન પોવેલ, રિષભ પંત, ફોર્મમાં રહેલા સરફરાઝ ખાન અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા સુકાની યશ ધુલ પાસેથી બેટિંગમાં મોટી ઇનિંગની આશા રખાશે.અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર મેચફિનિશરની ભૂમિકા ભજવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.