વર્તમાન યુગમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ રહ્યા છે, તો મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે અનોખો ઘરેલું ઉપાય અપનાવો.
નાની ઉંમરમાં વાળ સફેદ થવા કે નબળા પડવા એ આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી બચવા માટે લોકો વિવિધ ઉપાયો પણ અપનાવે છે. પરંતુ કોઈ અસર જોવા મળતી નથી. અને આવી સ્થિતિમાં, તમે વાળની કાળાશ પાછી લાવવા અને નવા વાળ ઉગાડવા માટે બટાકાની છાલનો ઉપયોગ કરી શકો છો.અને આનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જશે અને વાળનો રંગ પાછો આવશે.
બટાકા અને તેની છાલમાં પણ ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. અને જેના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. તેમાં વિટામિન B અને વિટામિન C, વિટામિન B-6, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલેટ નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે.
બટાકાની છાલથી હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા બટાકાની છાલ ઉતારી લો. આ છાલને ઠંડા પાણીમાં નાખીને ઉકાળો. 10 મિનિટ ઉકળ્યા પછી, આ પાણીને સંપૂર્ણપણે ઠંડુ કરો. આ પાણીને એક બરણીમાં બંધ કરીને રાખો.
બટાકાની છાલનું આ પાણી તમારા માથાની ચામડી પર ધીમે ધીમે 5 મિનિટ સુધી મસાજ કરીને લગાવો અને થોડીવાર માટે છોડી દો.અને આ બટાકાના પાણીને તમારા વાળમાં આ રીતે 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.