રાજકોટમાં આજથી રોજ 11 ફ્લાઈટ ઉડાન ભરશે. જેમાં એક વર્ષ બાદ એરપોર્ટ પરથી દર કલાકે ફલાઈટ ઉડાન ભરશે.અને તેમાં રાજકોટ-દિલ્હી, રાજકોટ-મુંબઈની ફ્રિકવન્સી વધારાઈ છે. જેમાં રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર છે.
ઉલ્લેખનિય છે કે એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટથી દર કલાકે એક ફ્લાઇ ઉડાન ભરશે. જેમાં આજથી રોજ 11 ફ્લાઇટ ઉડાન ભરશે. તથા ડેઇલી ફ્લાઇટ શિડ્યુલ મુજબ ઉડાન ભરશે.અને તેમાં રાજકોટ – દિલ્હી અને રાજકોટ – મુંબઈની ફ્રીકવેન્સી વધારવામાં આવી છે. તથા રાજકોટ – દિલ્હી, રાજકોટ – મુંબઈ, રાજકોટ – બેંગ્લોર, રાજકોટ – ગોવા, રાજકોટ – સુરતની ફ્લાઇટ ઉડાન ભરશે. તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ ડેઇલી ફ્લાઇટ શિડ્યુલથી વેપાર વધવાની આશા વ્યક્ત કરી છે.
એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર ફલાઇટ ફ્રિકવન્સી વધી રહી છે.અને સૌથી વધુ દિલ્હી -મુંબઇની ફલાઇટ છે જેને કારણે દિલ્હી- મુંબઈ એક જ દિવસમાં જઈને પરત ફરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.