આજે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષા યોજાઈ રહી છે. 334 જગ્યાઓ માટે વનરક્ષકની પરીક્ષા લેવાઈ રહી છે.

વર્ગ 3 વનરક્ષકની ભરતી માટે યોજાઈ રહેલી પરીક્ષાની તારીખ આજે 27મી માર્ચ 2022 છે જ્યારે તેનો સમય બપોર 12થી સુધીનો રાખવામાં આવ્યો છે અને આ માટે બે કલાકની લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદના લગભ 52 હજારા ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે.

આ જ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યારે સરકાર સારા સારા નિર્ણય લઈ રહી છે અને એટલે જ રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કર્યો હતો. વન મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-2018માં અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યાઓ માટે સીધી ભરતીથી હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.