ઘણી વખત પૈસાના ઘમંડમાં વ્યક્તિ ગરીબ લોકો પર ત્રાસ ગુજારતો હોય છે પરંતુ ક્યારેક પૈસાનો ઘમંડ પણ વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે. અને ત્યારે આવી જ કંઈક ઘટના સુરતના એક વેપારી અને ડાયમંડ બુર્સના ચેરમેન સાથે બનવા પામી છે.
મળતા રિપોર્ટ અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં જીગ્નેશ કાકડિયા નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે રહેશે છે.અને જીગ્નેશ કાકડિયા કિરણ એક્સપોર્ટમાં કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. દિવાળી પહેલા જીગ્નેશની પાસે 22 કેરેટનું એક હીરાનું પેકેટ રહી ગયું હતું અને દિવાળી બાદ જીગ્નેશ કાકડિયાએ આ પેકેટ કિરણ એક્સપોર્ટ ના માલિક વલ્લભ લખાણીને પરત આપી દીધુ હતું.
જીગ્નેશે 22 કેરેટ હીરાનાં પડીકા માલિકને પરત આપ્યો હોવા છતાં પણ અન્ય મેનેજર જીગ્નેશ પર શંકા રાખીને તેની પર નજર રાખી રહ્યા હતા.અને એક દિવસ કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ લખાણીએ જીગ્નેશને તેની ઓફિસમાં બોલાવ્યો હતો કારણકે વલ્લભ લાખાણીને એવી આશંકા હતી કે જીગ્નેશને કિરણ એક્સપોર્ટમાં ચાલતા તમામ કૌભાંડોની જાણકારી છે.
જ્યારે જીગ્નેશ વલ્લભ લખાણી ઓફિસમાં ગયો ત્યારે વલ્લભ લખાણીનો ભત્રીજો વરૂણ, આશિષ અને ઉપરાંત 14 લોકો હાજર હતા.અને આ તમામે જીગ્નેશને પાઇપ વડે માર માર્યો હતો. આ ઉપરાંત જીગ્નેશના હાથમાં સ્લેટ પકડાવી હતી અને તેમાં લખ્યું હતું કે હું ચોર છું.
આ ઉપરાંત જ્યારે કિરણ એક્સપોર્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓ ઘરે જઈ રહ્યા હતા. તે સમયે તમામ કર્મચારીઓની સામે જીગ્નેશ કાકડિયાને ઉભો રાખી દેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જીગ્નેશની પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. અને બીજી તરફ જીગ્નેશ અને અન્ય લોકોની સામે 4 કરોડની ઠગાઇનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
એટલે વરાછા પોલીસે ફરિયાદીને આરોપી બનાવી દીધો અને ત્યારબાદ જીગ્નેશ આગોતરા જામીન મેળવીને છૂટી ગયો હતો અને ત્યારબાદ એક વકીલ મારફતે જીગ્નેશે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જીગ્નેશના વકીલની દલીલના આધારે અને પુરાવાના આધારે કોર્ટ દ્વારા સમગ્ર મામલે કિરણ એક્સપોર્ટના માલિક વલ્લભ લખાણી સામે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો છે. તો બીજી તરફ વરાછા પોલીસ સ્ટેશનના PSIની સામે પણ ઇન્ક્વાયરી કરવા માટે પોલીસને આદેશ કર્યો છે.
કોર્ટના આદેશ બાદ વરાછા પોલીસે વલ્લભ લખાણી, આશિષ લખાણી, વરુણ લખાણી, જીતુ મિયાણી, પરેશ ગજેરા અશ્વિન, જયદીપ બેલડીયા, હરેશ જાળીયા, વિજય કાનાણી સહિતના લોકો સામે રાયોટીંગ અને મારામારીનો ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.