મોબાઈલમાં વાગતી કોરોનાની ડાયલર કોલરટ્યુન બંધ થઈ જશે, સરકારની લીલી ઝંડી

દેશવાસીઓને વધુ એક મોટી રાહત મળવા જઈ રહી છે. કોરોના વાયરસના કાળ દરમિયાન તમામ નાગરિકોને કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા તથા એનાથી બચવા માટે તમામ મોબાઈલ નેટવર્ક પર એક રિંગટોન એક્ટિવેટ કરાી હતી. જે કોરોના વાયરસની જાગૃતિ સંબંધી હતી. જેને હવે બંધ કરવા માટે સરકારી મંજૂરી મળી ગઈ છે. બે વર્ષ સુધી કાળમુખો કોરોના ચાલ્યો હતો.અને આ ડાયલર ટોન બંધ કરવા માટે અનેક પ્રકારની ફરિયાદ મળી હતી. જે પછી એક વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરનારી આ રિંગટોનને લઈ છેલ્લા ઘણા સમયથી ટેલિકોમ વિભાગને સતત ફરિયાદ મળતી હતી. એ પછી ટેલિકોમ વિભાગે ફરિયાદને લઈને આરોગ્ય વિભાગને એક પત્ર લખ્યો હતો. જેમાં ગ્રાહકોને થઈ રહેલી મુશ્કેલીઓને વિસ્તારથી સમજાવાઈ હતી. આ પત્રમાં એવી પણ ચોખવટ હતી કે, લોકો પૂછે છે કે, આ ડાયલર ટોન ક્યારે બંધ થવાની છે. માહિતીના અધિકાર અંતર્ગત આ ટોન બંધ કરવા માટે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના કેસ દિવસે દિવસે નોંધપાત્ર રીતે ઘટી ગયા છે. એ સમયે આવા કોરોના સંબંધીત ટોન બંધ કરવા અનેક લોકોએ અપીલ કરી હતી. જેના પર આરોગ્ય મંત્રાલયે આ હા પાડી દેતા મોટી રાહત થઈ છે.અને સરકારી મંજૂરી મળી ગયા બાદ હવે દેશવાસીઓને ખરા અર્થમાં મોટી રાહત થવાની છે. ગ્રાહકોને લાંબી ટોનથી હવે છૂટકારો મળવાનો છે.

ટેલિકોમ વિભાગે કહ્યું હતું કે, લાંબી ટોનને કારણે ઈમરજન્સીના સમયે લોકોને પોતાના પ્રિયજનોને સંપર્ક કરવામાં મોડું થઈ જાય છે. તેથી એને વહેલી તકે દૂર કરી દેવી જોઈએ.અને જે પણ એન્ડ્રોઈડ યુઝર્સ આ ટોન બંધ કરવા માગે છે એમને સૌથી પહેલા જે નંબર પર કોલ કરવાનો છે એ ડાયલ કરો. પછી કોરોનાની ટોન શરૂ થાય ત્યારે મોબાઈલમાંથી 1 નંબર દબાવો.

1 નંબર દબાવતાની સાથે જ કોરોના વાયરસ સંબંધી ટોન હટી જશે. એ પછી સામાન્ય ટોન શરૂ થઈ જશે. જ્યારે એપ્પલ iOS યુઝર્સને પણ ઉપરની જે પ્રોસેસ છે એ જ ફોલો કરવાની રહેશે.અને કોલ કરતા 1 નંબરની જગ્યાએ દબાવવાનું રહેશે. એ પછી કોરોના વાયરસની ટોન બંધ થઈ જશે. હવે દેશવાસીઓને કોરોના સંબંધીત વાગતી ટોનથી ખરા અર્થમાં રાહત મળી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.