કોંગ્રેસમાં નારાજગીની નવી ફોર્મ્યુલા, WhatsApp ગ્રુપમાંથી થાઓ લેફ્ટ જાણો સમગ્ર વિગત…

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પહેલાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે.અને ત્યારે હોદ્દેદારોની નિમણૂક બાદ ફરીથી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને કકળાટ સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

વડોદરાના નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા તો જૂના પ્રમુખ તે ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા.અને નવા શહેર પ્રમુખની વરણી બાદ જૂના પ્રમુખનું વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થવું તે કોંગ્રેસનો આંતરિક વિખવાદ કહી શકાય.

મહત્વની વાત છે કે હાઈકમાન્ડ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને શહેર પ્રમુખોની નિમણુંકો કરવામાં આવી છે. આ નિમણૂકમાં વડોદરા શહેર કોંગ્રેસની જવાબદારી ઋત્વિજ જોશીને સોંપવામાં આવી છે.અને એટલે ઋત્વિજ જોશી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હવે કાર્યભાર સંભાળશે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રશાંત પટેલ જવાબદારી નિભાવતા હતા.

ઋત્વિજ જોશીએ નિમણૂક થયા બાદ શુક્રવારે વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા હનુમાન મંદિરથી એક રેલી સ્વરૂપે કોંગ્રેસ કાર્યાલય પહોંચીને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો અને આ કાર્યક્રમમાં પ્રશાંત પટેલ પણ હાજર રહ્યા હતા.

ઋત્વિજ જોશી અને પ્રશાંત પટેલે તે સમયે કોંગ્રેસને મજબુત બનાવવાની વાત કરી હતી પરંતુ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તેવું સામે આવ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, કોંગ્રેસ મીડિયા પરિવારના ગ્રુપમાં પ્રશાંત પટેલે ઋત્વિજ જોશીને એડ કર્યા હતા અને ત્યારબાદ પ્રશાંત પટેલ પોતે ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા. તો બીજી તરફ ગ્રુપના આઈ ફોનમાંથી પણ પ્રશાંત પટેલનો ફોટો હટાવીને કોંગ્રેસના ચૂંટણી ચિહ્નનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.અને મહત્વની વાત છે કે વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. ત્યારે જગદીશ ઠાકોરના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કેટલી મજબૂત બને છે તે આગામી દિવસોના પરિણામો પરથી જાણવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.