ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને ભાજપ દ્વારા બેઠકોનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નેતાઓ પણ પ્રજાની વચ્ચે જવા માટેનો એક પણ મોકો છોડતા નથી. હજી ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ ચૂંટણી જાણે આવતીકાલે જ હોય તે પ્રકારે રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઇ છે. ક્યાંક કોઇ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવાની હોય કે પછી પાર્ટીના કાર્યક્રમમાં. ચૂંટણીને અનુલક્ષીને કોઇકને કોઇ નિવેદનો સામે આવતા હોય છે અને ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સુરતમાં આયોજિત કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપ્યુ હતું..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેમાં સત્તા પર જો ભાજપ આવશે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે.અને ત્યારે આ આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સી.આર પાટીલ હોવાની સંભાવના અંગે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યુ કે નાયક માત્ર એક જ બની શકે છે.અને અન્ય કોઇ બીજાએ બનવાની હિંમત પણ ન કરવી જોઇએ .આપણા નાયક પીએમ મોદી છે.અને હું જ્યાં છુ ત્યાં ઠીક છું. મને જે જવાબદારી મળી છે તે નિભાવવાની ચેષ્ટા કરુ છું. મને સફળતા મળશે તેવો મને વિશ્વાસ છે તેમ જણાવ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.