સુરતમાં વધતી વસતિને પૂરતું પાણી મળી રહે તે માટે 1993થી જ સુરત મહાનગરપાલિકાએ તૈયારીઓ કરી લીધી હતી.અને પાલિકાએ 32 કરોડના ખર્ચે વીયર કમ કોઝવે બનાવ્યો હતો. કોઝવેના અપર સ્ટ્રીમમાં પાલિકાએ વરાછા, કતારગામ, મોટા વરાછા, સરથાણામાં 8 વોટર વર્ક્સ સ્ટેશન બનાવ્યા છે, અને જેમાંથી શહેરમાં દરરોજ 1450 એમએલડી (145 કરોડ લીટર) પાણી સપ્લાય કરવામાં આવે છે.
ઉનાળામાં કોઝવેમાં જ્યારે પણ પાણીની અછત થાય ત્યારે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે છે અને જ્યારે કોઝવેના દરવાજા બંધ કરાય છે ત્યારે એક તરફ પાણીથી છલોછલ તાપી નદી અને બીજીતરફ નદીનો કોરોકટ પટ જોવા મળે છે.અને સામાન્ય દિવસોમાં આવા દૃશ્યો જોવા મળતા નથી. આ કોઝવે બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને સમયસર, ચોખ્ખું અને પૂરતું પાણી આપવા માટેનો હતો. આ કોઝવેના સ્ટોરેજની લંબાઈ 30 કિમીની છે, 600 મીટરની પહોળાઈ છે અને તે 18 સ્કવેર કિમીમાં ફેલાયેલો છે.
કોઝવે બનાવ્યા બાદ 31 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર) પાણી સ્ટોરેજ કરાય છે એટલે કે 3,100 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.અને જે 21 દિવસ સુધી શહેરને ચાલી શકે તેમ છે.તેમજ કોઝવેમાં 16 ઓટોમેટિક ગોડબોલે ગેટ ફીટ કરવામાં આવ્યા છે, જે ફ્લડ અથવા તો ઓવરફ્લોની સ્થિતિમાં ખોલી શકાય છે. છેલ્લા 27 વર્ષમાં આ કોઝવે 30થી વધુ વખત ઓવરફ્લો થયો છે છતાં પણ અડીખમ છે. કોઝવે બનાવવા રીલાયન્સ, એસ્સાર, રામા પેપર મીલ, પ્રિસિલ, સ્યાનિડેસ, એલ એન્ડ ટી, એનટીપીસી, ઓએનજીસી, જીઆઇડીસી અને ગેઇલ સહભાગી બન્યા હતા.
કોઝવેના કારણે દરિયાનું ખારું પાણી અપર સ્ટ્રીમમાં ભળતું અટકી ગયું હતું. તાપી નદી સુરત નજીક ડુમસમાં દરિયામાં ભળે છે. દરિયામાં ભરતીનો સમય હોય એટલે દરિયાનું ખારું પાણી 1995 પહેલા અપર સ્ટ્રીમમાં નદીમાં ભળી જતું હતું. એટલે નદીનું પાણી ખારું થઈ જતું હતું, જેનો વપરાશ પણ કરી શકાતો ન હતો.અને કોઝવે બનવાના કારણે આ એક સૌથી મોટી સમસ્યા દૂર થઈ ગઈ હતી.આ ઉપરાંત ઉદ્યોગોને પણ જરૂરિયાત મુજબનું પુરતુ પાણી મળવા લાગ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.