પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ટાંક જિલ્લામાં અર્ધલશ્કરી દળના કેમ્પ પર ભીષણ આતંકવાદી હુમલો થયો છે.અને આ હુમલામાં 3 આતંકવાદીઓના મૃત્યુ પામ્યાના અહેવાલ છે અને 22 અન્ય ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં સૈન્યના કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોરો સૈન્ય કેમ્પમાં ઘૂસી ગયા હતા.અને આ હુમલા માટે ટીટીપીને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, આતંકવાદીઓ નૂશકી અને પંજગુરની સ્ટાઇલમાં હુમલા કરી રહ્યા હતા. અને નૂશકી અને પંજગુરમાં આતંકવાદીઓ ઘણા દિવસોથી કેમ્પની અંદર છુપાયેલા હતા અને તેમણે ડઝનબંધ સૈનિકોને મારી નાખ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાખોરો ઘાતક અમેરિકન હથિયારોથી સજ્જ હતા. ઘટનાસ્થળેથી 3 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. પ્રશાસને આ વિસ્તાર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે.
આ હુમલા માટે તહરીક-એ-તાલિબાન પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. TTPના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા રહે છે અને ઘણીવાર પાકિસ્તાની સેના પર ઘાતક હુમલાઓ કરતા રહે છે. અને પાકિસ્તાન સરકાર આ મુદ્દો તાલિબાન સમક્ષ ઘણી વખત ઉઠાવી ચૂકી છે પરંતુ હજુ સુધી તેઓએ કોઈ નક્કર પગલાં લીધા નથી. આ કારણે તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.