ભારતીય જનતા પાર્ટી (BJP) ના યુવા મોરચાના કાર્યકરોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના ગેટ પર ભગવો રંગ લગાવીને પ્રદર્શન કર્યું છે.અને BJYM ના કાર્યકરોને રોકવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો.
ભાજપ યુવા મોરચાના કાર્યકરો, સીએમ અરવિંદ કેજરીવાલના કાશ્મીરી હિન્દુઓ પર અપાયેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. અને પ્રદર્શન દરમિયાન ભાજપના યુવા નેતાઓએ ખુબ નારા લગાવ્યા. આ પ્રદર્શન દરમિયાન તેજસ્વી સૂર્યા, ચહલ, વૈભવ સિંહ સહિત દિલ્હી પ્રદેશ યુવા મોરચાના સેંકડો કાર્યકરો હાજર હતા.
આ પ્રદર્શનને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી બેરિયર તોડી નાખ્યા. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યા.અને અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના ગુંડા સીએમ કેજરીવાલના ઘર પર તોડફોડ કરતા રહ્યા.અને ભાજપની પોલીસ તેમને રોકવાની જગ્યાએ તેમને ઘરના દરવાજા સુધી લઈ આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.