નવું બુલેટ ખરીદીને મંદિરે દર્શન કરવા ગયા ,પહેલા આગ લાગી અને પછી થયો બ્લાસ્ટ જાણો વિગતવાર

છેલ્લા કેટલાક દિવસોથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પણ હવે તો રોયલ એનફિલ્ડ જેવી રોયલ ગણાતી બાઈકમાં પણ આગ લાગવાની ઘટના બની છે. રોયલ એનફિલ્ડમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના એ સમયે બની જ્યારે બાઈક ચાલક નવી બાઈક લઈને પૂજા કરવા માટે મંદિરે દર્શન કરવા ગયા હતા.અને એ સમયે પહેલા બાઈકમાં આગ લાગી અને પછી બ્લાસ્ટ થઈ ગયો હતો.

આ ઘટના કર્ણાટકના મૈસુર સિટીમાં રહેતા બાઈકલ રવિચંદ્રા સાથે બની હતી.અને જેઓ નવી રોયલ એનફિલ્ડ બાઈક ખરીદ્યા બાદ આંધ્ર પ્રદેશમાં રહેતા અનંતપુરમાં આવેલા જાણીતા કાસાપુરમ આંજનેય સ્વામી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ચૈત્રી નોરતાના પહેલાં દિવસે અહીં સ્વામીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે.

રવિચંદ્રા પૂજારી સાથે પૂજા કરવા અંગેની તૈયારીઓ કરતા હતા. એ સમયે બાઈકમાં અચાનક આગ લાગી હતી. રવિ મૈસુરથી બાઈક લઈને અહીં દર્શન કરવા માટે આવ્યો હતો. 387 કિમી સુધી નોન સ્ટોપ બાઈક ચલાવ્યા બાદ તેઓ મંદિર પહોંચ્યા. નવું બાઈક લીધા બાદ નેટ્ટિકાંતિ આંજનેય સ્વામીના દર્શન કરવા માટે તેઓ અહીં આવ્યા હતા. બ્લાસ્ટની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને જ્યાં હાજર લોકો પણ થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા. હકીકતમાં બાઈકની પેટ્રોલ ટેન્ક ફાટી હતી. આસપાસના સ્થાનિકો તથા વેપારીઓએ ભેગા થઈને આગ ઠારી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.