રેલવેએ ભંગાર વેચીને અધધધ આટલા કરોડની રેકોર્ડ બ્રેક કમાણી કરી

રેલવે દર વર્ષે ભંગાર વેચીને આવક મેળવે છે.અને ઉત્તર રેલવેએ ભંગારમાંથી કમાણી કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રેલવેએ એક વર્ષમાં રૂ.624 કરોડના સ્ક્રેપનું વેચાણ કર્યું છે, જે છેલ્લા ઘણા વર્ષો કરતાં વધુ છે.

સત્તાવાર મળતી માહિતી અનુસાર ઉત્તર રેલવેએ 624 કરોડના ભંગારનું વેચાણ કરીને જે રેકોર્ડ બનાવ્યો છે તે ગયા વર્ષ કરતાં 40% વધુ છે. આપને જણાવી દઈએ કે ઉત્તર રેલવેએ 370 કરોડનો ભંગાર વેચવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ 624 કરોડના ભંગારનું વેચાણ કરીને 69% વધુ આવક મેળવી છે.

રેલવે મંત્રાલય દરેક ઝોન માટે ભંગારના નિકાલનું લક્ષ્ય નક્કી કરે છે. ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે ઉત્તર રેલવે પહેલો એવો ઝોન છે જેમાં સપ્ટેમ્બર 2021માં રૂ.200 કરોડ, ઓક્ટોબર 2021માં રૂ.300 કરોડ, ડિસેમ્બર 2021માં રૂ.400 કરોડ, ફેબ્રુઆરી 2022માં રૂ.500 કરોડ અને માર્ચ 2022માં રૂ.600 કરોડના આંકડાને સ્પર્શ્યા.અને ઉત્તર રેલવેએ નવેમ્બર 2021માં જ મંત્રાલય દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો.

ભંગારનો નિકાલ એ ભારતીય રેલવેની મહત્વની પ્રવૃત્તિ છે. આવક મેળવવાની સાથે તે કાર્યસ્થળને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. સાઇડ રેલ, સ્લીપર્સ, ટાઇ બાર વગેરેની હાજરી માત્ર સુરક્ષા સંબંધિત પડકારો જ ઉભા કરતી નથી પરંતુ તે લોકોને જોવામાં પણ ચોખ્ખું લાગતું નથી.

ઉત્તર રેલવેએ 8 સ્થળોએથી 592 ઈ-ઓક્શન હાથ ધરીને એક લાખ મેટ્રિક ટનથી વધુ લોખંડનો ભંગાર વેચ્યો હતો. જેમાં 70 હજાર મેટ્રિક ટન રેલ સ્ક્રેપ, 850 મેટ્રિક ટન આયર્ન સ્ક્રેપ, 1930 મેટ્રિક ટન લીડ એસિડ બેટરી, 201 મેટ્રિક ટનથી વધુ ઈ-વેસ્ટ કચરો અને 250થી વધુ હટાવામાં આવેલ રોલિંગ સ્ટોક, 1.55 લાખ કોંક્રીટ સ્લીપર્સ વેચીને 624 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે જે એક મોટો રેકોર્ડ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.