રાજકોટની મધ્યસ્થ જેલમાં અવારનવાર કોઇ દડા બનાવી મોબાઇલ ફોન, તમાકુના પડીકા, પાન મસાલા, ચાર્જર સહિતની ચીજવસ્તુઓના ઘા કરી જાય છે. અગાઉ આવુ કૃત્ય કરનાર એક શખ્સ ઝડપાયો હતો.અને ત્યારે ગઈકાલે ગટરમાંથી એક મોબાઈલ ફોન મળી આવતા પ્ર.નગર પોલીસ મથકે ગુન્હો દાખલ કરાયો છે.
રાજકોટ મધ્યસ્થ જેલના કોટવાળી વિસ્તાર અને નવી જેલ-2 યાર્ડ નં.1 ની પાછળના ભાગેથી પસાર થતી ગટરમાંથી સીમકાર્ડ સાથે આ મોબાઈલ મળી આવ્યો હતો અને આ અંગે રાજકોટ મધ્યસ્થ જીલ્લા જેલના ગ્રુપ-2 નાં ઈન્ચાર્જ જેલર કે.જી.સીસોદીયાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.4-4-2022 ના રોજ સાંજે 4.40 વાગ્યે આસપાસ જેલનાં સ્થાનિક ઝડતી સ્કવોડના સુબેદાર લાલાભા કે.બાંભવા તેમનાં સ્ટાફ સાથે જેલના કોટયાળી વિસ્તાર અને નવી જેલ-2, યાર્ડ નં.1 ની પાછળના વચ્ચેનાં ભાગે ઝડતી કરતા હતા.અને ત્યારે ગટરનું ઢાંકણું ખોલતા ગટરમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.
જેની ડીસ્પ્લે તુટેલી હતી. જોકે, ફોનમાંથી સીમકાર્ડ મળી આવ્યુ હતું.જેમાં બિનવારસી હાલતમાં મળેલો ફોન કોણ અને કયારે જેલમાં લાવ્યુ તે અંગે ફરીયાદ નોંધાતા પ્ર.નગર પોલીસનાં પીએસઆઈ બી.વી.બોરીસાગરે વધુ તપાસ હાથ ધરી છે. જેલમાંથી મોબાઈલ મળતા જ જેલની સુરક્ષા અને ચેકીંગ કડક કરી દેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.