Yes Bankના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર ,6 દિવસમાં આટલા ટકા વધ્યો

દેશના શેરબજારમાં YES BANKના શેરમાં તોફાની તેજી જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી શાંત પડી રહેલા આ શેરમાં હવે પ્રાણ ફુંકાતા રોકાણકારોને થોડી રાહત થઇ છે.તેમજ જો કે જે રોકાણકારો ઉંચા ભાવમાં ફસાયેલા છે તેમને તો કદાચ હજી પણ લાંબી રાહ જોવી પડશે.

એક સમયે ડુબવાના આરે પહોંચેલી દેશની ખાનગીક્ષેત્રની Yes Bankનો શેર છેલ્લાં બે દિવસથી દોડવા માંડ્યો છે.અને શેરના ભાવની મુવમેન્ટ પરથી એવું લાગી રહ્યું છે કે બેંકના હવે સારા દિવસો પાછા આવી રહ્યા છે.

ઓછામાં ઓછું શેરબજારનો ટ્રેન્ડ કઇંક આવું જ કહી રહ્યો છે.અને YES BANKના શેરે સતત બીજા દિવસે શેરબજારમાં રેકોર્ડ બનાવ્યો છે. આજે આ શેરે 1 વર્ષની નવી ઉંચી સપાટી બનાવી છે. મંગળવારે આ શેરનો ભાવ 13.02 રૂપિયા પર બંધ હતો જે બુધવારે 12.83 ટકા વધીને 14.69 પર પહોંચ્યો હતો. ગુરુવારે 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટી 16.25 સુધી પહોંચ્યો હતો, પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યારે 15.37 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE પર ગુરુવારે YES BANKના શેરનો ભાવ તેજી સાથે 15.30 રૂપિયા પર ખુલ્યો હતો જે થોડી જ વારમાં 16.25 રૂપિયા પર પહોંચ્યો હતો જે તેની 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટી હતો. બુધવારે પણ શેરના ભાવમાં તેજી જોવા મળી હતી.

YES BANKના શેરમાં કડાકો બોલી જવાનું કારણ એવું હતું કે લગભગ 2020માં રિઝર્વ બેંકે આ બેંક પર પ્રતિબંધ મુકી દીધો હતો અને બેંકનું બોર્ડ પણ ભંગ કરી દીધુ હતુ. SBIના પૂર્વ ઓફીસર પ્રશાંત કુમારને બેંકના વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.અને YES BANKની જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં 629 કરોડ રૂપિયાની ખોટ ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.