યાત્રાધામ અંબાજીમાં 8 થી 10 એપ્રિલ દરમ્યાન 51 શક્તિપીઠ મહોત્સવ ઉજવાશે..

જૂનાગઢની લીલી પરિક્રમા બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ મહોત્સવ ઉજવાશે. 8 થી 10 એપ્રિલ દરમ્યાન ઉજવાનારા આ ઉત્સવની વ્યવસ્થા માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટરે 14 સિમિતિની રચના કરી છે અને 51 શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશ ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી આવેલા માતાજીના શક્તિપીઠ પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ગબ્બર પર કરવામાં આવ્યું છે અને મનુષ્ય જન્મમાં દેશ અને વિદેશમાં આવેલા આ શક્તિપીઠમાં જઇ માતાજીના દર્શન સંભવ નથી તેથી અંબાજીમાં આ 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવેલું છે.

બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર લીલી પરિક્રમા યોજાય છે તેવી પરિક્રમા અંબાજી ગબ્બર સ્થિત 51 શક્તિપીઠમાં યોજાશે. સવારે 6.00 કલાક થી સાંજના 7.00 કલાક સુધી આ પરિક્રમા યોજાશે અને તેની વ્યવસ્થા માટે 14 જેટલી વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને અંબાજીના દર્શને જતાં ભાવિક ભક્તો આ પરિક્રમાનો પણ લાભ લઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.