હની સિંહ સાથે કથિત મારામારી,દુર્વ્યવહાર નો મામલો આવ્યો સામે..

પ્રખ્યાત રેપર-સિંગર હની સિંહ સાથે મારામારી અને દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. ઘટના દિલ્હીના એક ક્લબની છે.અને આ મામલામાં હની સિંહ અને તેના વકીલ દ્વારા 4-5 અજાણ્યા લોકો વિરુદ્ધ આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ આ ઘટના 27 માર્ચની છે. હની સિંહ, દિલ્હીના સાઉથ એક્સટેન્શન સ્થિત સ્કોલ ક્લબમાં લાઈવ પરફોર્મન્સ આપવા પહોંચ્યો હતો. તેનો આરોપ છે કે અહીં તેની સાથે મારામારી કરવામાં આવી હતી.

દિલ્હીના એક ક્લબમાં કેટલાક છોકરાઓનું એક ગૃપ જબરદસ્તીથી સ્ટેજ પર આવી ગયું અને હની સિંહ સાથે ગેરવર્તન કરવા લાગ્યા. અહેવાલો અનુસાર, એફઆઈઆરમાં લખ્યું છે કે, “4-5 અજાણ્યા લોકોએ સિંગર સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું અને શોને રોકવાનો પ્રયાસ કર્યો.અને વધુમાં, ફરિયાદીએ લખ્યું છે કે, તેણે ભીડને બીયર બતાવવાનું શરૂ કર્યું અને સ્ટેજ પર ઉભેલા કલાકારોને નીચે ધક્કો માર્યો. તે પછી, ચેક્સ શર્ટ પહેરેલા એક વ્યક્તિએ મારો હાથ (હની સિંહ) પકડી લીધો અને મને સામેથી ખેંચવા લાગ્યો. હું તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, તે વ્યક્તિ મને ધમકીઓ આપીને ઉશ્કેરતો રહ્યો. મેં એ પણ જોયું કે તેઓની પાસે હથિયારો હતા. લાલ શર્ટમાં એક અન્ય વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, “હની સિંહને ભગાડી દીધો”

27 માર્ચે દક્ષિણ દિલ્હીની એક ક્લબમાં ચારથી પાંચ અજાણ્યા લોકોએ હની સિંહ સાથે દુર્વ્યવહાર અને કથિત રીતે મારામારી કરી હતી. જે બાદ દિલ્હી પોલીસે હની સિંહ અને તેના વકીલ ઈશાન મુખર્જીની ‘ઉપદ્રવ, દુર્વ્યવહાર અને ધાકધમકી’ની ફરિયાદ બાદ FIR નોંધી છે.અને મળતા રિપોર્ટ અનુસાર, આ ઘટના 27 માર્ચે દિલ્હી સાઉથ એક્સટેન્શન-2ના સ્કોલ ક્લબમાં બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.