નારણસાંઈ સામે વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ, જાણો શું છે સમગ્ર મામલો

આસારામ અને તેનો દીકરો નારાયણ સાઈના વિવાદ માંડ શાંત પડે ત્યાં નવા ઊભા થઈ જાય છે. અમદાવાદમાં નારણસાંઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. માતા હોસ્પિટલમાં હોવાના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાની કરતૂત કોર્ટને ધ્યાને આપતા હુકમ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.અને મહત્વનું છે કે નારાયણ સાઈ હાલ સુરત જેલમાં છે. પણ જામીન પર મુક્ત કરાવવા નારાયણસાઈના મળતીયા દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં.

નારાયણસાંઇ આશારામના પુત્ર છે. દુષ્કર્મ કેસમાં નારાયણસાંઇ સુરતની લાજપોર જેલ હતો. જેલમાંથી બહાર નિકળવા માટે નારાયણસાંઇએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. માતા બીમાર હોવાનું કારણ આપી નારાયણસાંઇએ હાઇકોર્ટમાંથી જામીન મેળળ્યા, જામીન બાદ હાઇકોર્ટમાં ફરીયાદ થઇ હતી કે નારાયણસાંઇએ ખોટા જામીન મેળવ્યા હતાં.અને હાઇકોર્ટ પોલીસને આદેશ આપ્યો હતો કે જામીન કેસમાં તપાસ થાય. તપાસમાં ખોટા ડોક્યુમેન્ટ સાથે નારાયણસાંઇએ જામીન મેળવ્યાનું સાબિત થયું. જે બાદ હવે અમદાવાદમાં નારણસાંઈ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નારાયણ સાંઈ વિરુદ્ધમાં સુરત સેશન્સ કોર્ટ ખાતે 141/2014નું જે કેસ ચાલે છે જે ગુનાના સદર્ભે તે હાલ જેલમાં છે. તે ગુનામાં જામીન મેળવવા માટે તેમના માતાની માંદગીનું ખોટું સર્ટી ગુજરાત હાઈકોર્ટ રજૂ પણ કર્યું હતું.જે બાદ ગુજરાત હાઈકોર્ટે તે સર્ટી ખરાઈ કરવાનું જણાવ્યું હતું.અને તે સર્ટીની તપાસ માટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો. જે બાદ પ્રાથમિક તપાસ કરી તો ખૂલ્યું હતું કે તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. જે અનુસંધાને તમામ વિગત નામદાર હાઈકોર્ટને ઘ્યાને આવતા ડેપ્યુટી રજીસ્ટારની નિમણૂક કરી આ ફરિયાદ સદર કામના આરોપી વિરુદ્ધ આપેલ છે.

26 એપ્રિલ 2019માં નારાયણ સાંઈને 2013ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કરાયો હતો. સુરતની 2 બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ 2013 ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી.અને તેના બાદ હરિયાણાના કુરુક્ષેત્રની પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.દોષિત જાહેર થતાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.