ગુજરાતના વેપારીને ફોર્ચ્યુનર કાર સસ્તામાં લેવી ભારે પડી જાણો વિગતવાર…

વડોદરા શહેરમાં રાવપુરાના સ્ટેશનરી અને પ્રિન્ટીંગનો સામાન સપ્લાયના વેપારીને ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર માત્ર 25,50,000માં અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરનાર પિતા પુત્રી અને જમાઇ વિરૂધ્ધ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

શહેરના વાઘોડિયારોડ ઉપરની ચંદ્રનગર સોસાયટીમાં રહેતા પંકજભાઇ નગીનદાસ શાહે તેમની સાળીના પુત્ર જય શાહ દ્વારા સંજીત મનોજ પટેલ અને નિધી સંજીત પટેલ (સુર્યોદય કોમ્પલેક્ષ વાઘોડિયારોડ)ની ઓળખાણ થઇ હતી. તેઓ પાસેથી પંકજભાઇએ ડાયકીન નામના બે એસી મે 2021માં વેચાણ લીધા હતા. ત્યારબાદ સંજીતે તેઓ ઇલેક્ટ્રોનીકસ આઇટમ સાથે કારની લેવેચનો ધંધો કરે છે.અને જે કાર લે વેચ તેમના સસરા વિવેક અરવિંદભાઇ દવે ( દર્શનમ સોસાયટી સાવલીરોડ મુળ રહે નવી મુંબઇ) સંભાળે છે.

વિવેક દવે સાથે ફોન ઉપર વાતચીત થતા પંકજભાઇએ ટોયેટો કંપનીની ફોર્ચ્યુનર કાર ખરીદવાની ઇચ્છા વ્યકત કરી હતી. આ કાર તેમને રૂ 25,50,000માં અપાવવાની વાત કરી હતી. વિવેક દવેએ કોરોનાના લીધે વિદેશમાં એકસપોર્ટ કરવાની કારનો ઓર્ડર રદ થયેલો છે. જે બધીજ કાર મેં ખરીદી લીધી છે. તમને પુનાના શો રૂમમાંથી કાર મળી જશે આ માટે તેમને કહ્યા મુજબ રૂપિયા 25,50,000 ચુકવી દીધા હતા.અને કારની ડીલીવરી નહી મળતા પૈસા પરત માંગ્યા હતા. જે પરત કરવા માટે આપેલા ચેક પણ પરત ફરતા પંકજકુમારે વિવેક દવે, સંજીત મનોજભાઇ પટેલ અને નિધી સંજીત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.