નીરવ મોદીને મોટો ફટકો ,સીબીઆઈને મોટી સફળતા જાણો વિગતવાર…

બેંક ફ્રોડ કેસમાં ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે સીબીઆઈને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં સીબીઆઈ નીરવ મોદીના મહત્વના સહયોગી સુભાષ શંકરને કેરોથી મુંબઈ પરત લાવવામાં સફળ થઈ છે. સીબીઆઈ તેને દેશમાં પરત લાવવા માટે ઘણા સમયથી ઓપરેશન ચલાવી રહી હતી. મળતી માહિતી મુજબ, 49 વર્ષીય સુભાષ શંકર 2018માં નીરવ મોદી સાથે ભારત છોડીને ભાગી ગયો હતો. તેને નીરવ મોદીનો સૌથી નજીકનો સહયોગી માનવામાં આવે છે. અને સીબીઆઈ હવે સુભાષને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યા બાદ તેની કસ્ટડીમાં લેશે.

ઈન્ટરપોલે નોટિસ જારી કરી હતી
વર્ષ 2018 માં, PNB બેંક કૌભાંડની તપાસ CBIની વિનંતી પર ઇન્ટરપોલે નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ શંકર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલા મુંબઈની વિશેષ અદાલતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ અને વિશેષ ન્યાયાધીશ જેસી જગદાલે દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટના આધારે રેડ કોર્નર નોટિસ (આરસીએન) જારી કરી હતી.

નીરવ મોદી પર 7000 કરોડના કૌભાંડનો આરોપ છે જણાવી દઈએ કે નીરવ મોદીએ PNBથી લગભગ 7000 કરોડનું કૌભાંડ કર્યું હતું. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. હાલમાં તે લંડનની જેલમાં છે. ભારત સરકાર તેને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નીરવ મોદીએ તેની કંપની ફાયરસ્ટાર ડાયમંડ્સ દ્વારા 2017માં આઇકોનિક રિધમ હાઉસ બિલ્ડીંગ ખરીદી હતી અને તેની યોજના તેને હેરિટેજ પ્રોપર્ટીમાં ફેરવવાની હતી. તેમણે મોટાભાગની પ્રોપર્ટી પીએનબી કૌભાંડમાંથી મળેલી રકમથી ખરીદી હોવાનું મનાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.