ગુજરાતના વડોદરામા રખડતા ઢોરની અડફેટથી મૃત્યુ થતા બાઇકચાલકને રૂ.56 લાખનું વળતર..

વડોદરાના વાઘોડીયા રોડ વૈકુંઠ સોસાયટી પાસે જુલાઈ 2013માં સ્ટ્રીટ લાઈટના અભાવે રસ્તે રખડતા ઢોર સાથે બાઈક લઈને અથડાયેલાં યુવકનું મોત નીપજયુ હતુ.અને અકાળે વિધવા થયેલી પરીણીતા અને સગીરવયના સંતાનોએ મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ કમિશનર પાસેથી રૂ. 56.66 લાખ વળતર મેળવવા માટે કરેલો દાવો સિવીલ કોર્ટે મંજુર કર્યો છે અને વર્ષ 2014થી વાર્ષીક 9 ટકા વ્યાજ સાથે રૂ. 34.20 લાખ નિઃસહાય પરીવારને ચુકવવાનો હુકમ કર્યો છે.

વાઘોડીયા રોડ, વૃંદાવન ચાર રસ્તા પાસેના વૃંદાવન કોમ્પલેકસમાં રહેતાં અંજનાબેન કેતનકુમાર શાહ તથા તેમના સંતાન શ્રોયા અને સૌરભે સિવીલ કોર્ટને જણાવ્યુ હતુ કે, કેતન શાહ વાઘોડીયા, બાકરોલ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.અને રોજ બાઈક લઈને જતા આવતા હતા. ગઈ તા. 24મી જુલાઈ 2013ના રોજ રાતે નોકરી પરથી પાછા આવતી વખતે મેઈન રોડ પર સ્ટ્રીટ લાઈટના અભાવે સાવ અંધારુ હતુ અને રસ્તા ઉપર રખડતા ઢોરના કારણે અકસ્માત થયો હતો.

બાઈક સ્લીપ થતાં કેતનકુમાર ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાયા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મોત નીપજયુ હતુ.અને આ ઘટનાથી પરીવાર નિઃસહાય થયો હતો. તેમના વેતન પ્રમાણે 56.66 લાખ વળતર મેળવવા મ્યુનિ અને પોલીસ કમિશનર સમક્ષ દિવાની દાવો દાખલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.