ઊંઘની ખામીના કારણે વ્યક્તિ અનેક મોટી બીમારીનો શિકાર બની શકે છે. જો તમારી સાથે પણ ઊંઘને લઈને ખાસ સમસ્યા છે તો તમે તમારી થાળીને એકવાર ચેક કરી લો તે જરૂરી છે.અને તમારા ખાનપાનની અસર તમારી ઊંઘ પર થાય તે શક્ય છે. તો તમે ફૂડ હેબિટ્સને બદલો.
સારી હેલ્થ માટે પૂરતી ઊંઘ જરૂરીસારી હેલ્થનો સીધો સંબંધ સારી ઊંઘ અને પૂરતી ઊંઘ સાથે હોય છે. ઊંઘની ખામીના કારણે વ્યક્તિને અનેક બીમારીઓનો ખતરો રહે છે અને તેમાં દિલની બીમારી, નબળી ઈમ્યુનિટી, બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, ડિપ્રેશનની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ કારણે સૂતા પહેલા અનહેલ્ધી ફૂડ લેવાથી બચવું.
રાતમાં જ્યારે તમે ભોજન કરો છો ત્યારે ડુંગળી કે ટામેટા જેવી ચીજોની સાથે આલ્કોહોલ અને કેફીનનું પ્રમાણ મોનિટર કરવું જરૂરી છે. તમે એ વાતનો ખ્યાલ રાખો કે સ્લીપિંગ પેટર્નને પ્રભાવિત કરનારું કેફીન અનેક ખાદ્યપદાર્થ અને ડ્રિંક્સમાં મળે છે. ચા, કોફી અને અનેક સોફ્ટ ડ્રિંક્સમાં કેફીન મળે છે.અને આ ચોકલેટ અને દર્દમાં આરામ મળનારી દવાઓમાં પણ હોઈ શકે છે. આ કારણે રાતમાં સૂતા પહેલા બંને ચીજનું સેવન કરવાનું ટાળો.
સૂતા પહેલા ટામેટા ખાવાનું તમારી ઊંઘને માટે નુકસાનદાયી બની શકે છે. ટામેટું એસિડ રિફલક્સનું કારણ બની શકે છે અને ડાઈજેશનની સાથે જોડાયેલી તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે.અને મળતી માહિતિ અનુસાર રાતના સમયે ટામેટાનું સેવન કરવાથી બેચેની વધી શકે છે અને તમારી ઊંઘ ઘટશે અને આરામમાં પણ ખલેલ પડશે.
ટામેટા સિવાય ડુંગળી પણ એવી વસ્તુ છે જે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમની સાથે મુશ્કેલી વધારી શકે છે. ડુંગળી પેટમાં ગેસ બનાવવાનું કામ કરે છે. આ ગેસ તમારા પેટના દબાણને પ્રભાવિત કરે છે તેનાથી એસિડ ઉપર ગળાની તરફ આવે છે અને ખાસ કરીને જ્યારે તમે સીધા સૂવો છો ત્યારે આ મુશ્કેલી વધે છે. જો તમે રાત્રે કાચી ડુંગળી ખાઓ છો તો આવી મુશ્કેલીઓ વધી શકે છે. તો હવેથી રાતના સમયે ડુંગળીનું સેવન ટાળો અને સારી ઊંઘ લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.