ધોનીને ઉથપ્પાને ફોન કરી શુ કહ્યું જાણો સમગ્ર વિગત..

ગત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022ના મેગા ઓક્શનથી પહેલા રવિન્દ્ર જાડેજા, M.S.ધોની, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલીને રીટેન કર્યા હતા. ઓક્શનમાં તેને આવી ટીમ બનાવી, જે ગત કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ખિતાબ જીતાવી શકે. બે દિવસ સુધી ચાલેલા IPL ઓક્શનમાં CSKએ ખેલાડીઓનું શાનદાર પૂલ બનાવ્યો હતો, જેમાં નવા અને જુના ખેલાડીઓને શામેલ કરવામાં આવ્યા હતા. આ ઓક્શનમાં ચેન્નાઈના રોબિન ઉથપ્પાને તેના બેસ પ્રાઈઝમાં ખરીદવામાં આવ્યો હતો.અને ઉથપ્પાએ ટીમમાં શામેલ થયાના બે દિવસ પછી એમએસ ધોનીને તેણે ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન ધોનીએ તેને શું કહ્યું, તે વાતનો ખુલાસો હવે ઉથપ્પાએ કર્યો છે.

હરાજીમાં CSKએ અનેક નવા યુવા ખેલાડીઓ પર બોલી લગાવી હતી, જેમાં તુષાર દેશપાંડે, શિવમ દુબે, રાજવર્ધન હૈંગરગેકર અને કેએસ આસિફ શામેલ હતા. તેમના ઉપરાંત ફ્રેન્ચાઈઝીએ ડવેન બ્રાવો, રોબિન ઉથપ્પા, દીપક ચાહર અને અંબાતી રાયડૂ જેવા જૂના ખેલાડીઓ પર વિશ્વાસ બતાવ્યો. દીપક ચાહરને CSKએ 14 કરોડ રૂપિયામાં ખરીદી કર્યો હતો, જ્યારે ઉથપ્પાને તેના બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયામાં ખરીદી કર્યો હતો.અને ચેન્નાઈ ટીમમાં પાછા આવ્યા બાદ રોબિન ઉથપ્પા સાથે ધોનીએ ફોન પર શું કહ્યું, તેના વિશે તેને જણાવ્યું હતું

આર અશ્વિનના યૂટ્યુબ ચેનલ પર વાત કરતા સમયે ઉથપ્પાએ કહ્યું કે, ‘એમએસ ધોનીએ મને બે દિવસ પછી ફોન કર્યો અને કહ્યું મળીએ ભાઈ, તમારું ટીમમાં સ્વાગત છે. મેં કહ્યું કે, મારા પર વિશ્વાસ કરવા માટે તમારો આભાર.’ ત્યાર બાદ ધોનીએ કહ્યું કે, ‘મારો આ નિર્ણય સાથે કોઈ પણ સંબંધ નથી, મેં બે કારણોથી આવું નથી કર્યું, એક એ છે કે, પોતાના સારા માટે અને બીજું જો આ નિર્ણય સાથે મારો કોઈ પણ સંબંધ હશે તો લોકો હંમેશાં એ જ વિચાર કરશે કે, તું મારો મિત્ર છે એટલે મેં તારી ટીમમાં નિમણૂક કરી છે.અને આ જ કારણે મારો આ નિર્ણય સાથે કોઈ સંબંધ ન હતો.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.