રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે 20 એપ્રિલ પહેલા નરેશ પટેલ જાહેરાત કરશે.અને 15 એપ્રિલે સર્વેના પરિણામ બાદ જાહેરાત કરી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસ, ભાજપ અને AAPના નેતાઓ સાથે કરી બેઠકો ચૂક્યા છે.અને આ વચ્ચે નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે કરેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાર્દિક પટેલના નિવેદનથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિકના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.અને જગદીશ ઠાકોરે કહ્યું કે, હાર્દિક પટેલ પાસેથી ખુલાસો લેવામાં આવશે. હાર્દિક પટેલને બોલાવીને તેમના નિવેદન અંગે પૂંછીશું તેમજ નરેશ પટેલ જેવા સારા વ્યક્તિનું કોંગ્રેસમાં સ્વાગત છે. કોંગ્રેસ સામેથી એમને લેવાની વાત કરતી હોય ત્યારે અપમાન નથી. નરેશ પટેલ સમાજના કહેવા મુજબ રાજનીતિમાં આવવાનો નિર્ણય લેશે. જ્યાં સુધી નરેશભાઈ નિર્ણય ના લે ત્યાં સુધી કોંગ્રેસ ખુલાસો ના કરી શકે. હાર્દિક પટેલનો પોતાનો વિચાર હોઈ શકે છે અને ક્યારે નિર્ણય લેવો એ નરેશભાઇ નક્કી કરશે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે. સુપ્રીમકોર્ટે હાર્દિક પટેલને ચૂંટણી લડવાની મંજૂરી આપી છે અને હાર્દિક પટેલને સુપ્રીમકોર્ટ તરફથી રાહત મળ્યા બાદ તેમને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું છે કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે પણ ક્યાંથી લડીશ તે હાલ નક્કી નથી. આ સાથે હાર્દિક પટેલે નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને થતા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડને ત્વરિત નિર્ણય લેવા માટે પણ જણાવ્યુ હતું.
નરેશ પટેલ અંગે હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલનો પણ તેમની ક્ષમતા મુજબ ઉપયોગ થવો જોઇએ. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય અને મારા જેવું નરેશભાઈ સાથે ના થવું જોઈએ.અને નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે. નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક સવાલ. નિર્ણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુકસાન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.