ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ પોતાના દ્વિતીય કાર્યકાળમાં તાત્કાલિક નિર્ણય લઇ રહ્યા છે અને આ દરમિયાન જ યોગીએ મંગળવારે સ્પષ્ટ રીતે કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીઓએ કોઈ પણ સ્થિતિમાં અડધા કલાકથી વધુ સમયનો લંચ બ્રેક ન લેવો. CMએ પોતાના આવાસ પર ટીમ-9ની બેઠકને સંબોધિત કરતા સમયે કહ્યું કે, તેમને અધિકારીઓને અને કર્મચારીઓ દ્વારા મોટો લંચ બ્રેક લેવાની ફરિયાદ મળી છે, જેથી કાર્યાલયોના કામો પ્રભાવિત થઇ રહ્યા છે.
યૂપીના CMએ સંબંધિત અધિકારીઓને આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, લંચ બ્રેક 30 મિનિટથી વધુ ન હોવો જોઈએ.
રિપોર્ટ્સ અનુસાર, સરકારી કર્માચારીઓ માટે બપોરે 1:30 કલાકથી લંચ બ્રેક લેવો સામાન્ય વાત થઇ ગઈ છે અને લંચના પછી તે બપોરે 3:30 અથવા 4:00 કલાકે કામ કરવા બેસે છે. બપોરના ભોજન માટે ઘરે જતા વરિષ્ઠ અધિકારી પણ 3 કલાક સુધી બ્રેક લે છે, તેવી સ્થિતિમાં પોતાનું કામ કરવા જતા અથવા ફરિયાદો લઈને જતા સામાન્ય નાગરીકોને ખૂબ જ સમસ્યા થાય છે અને માનવામાં આવી રહ્યું છે કે, યોગીના આ નિર્ણયથી સામાન્ય નાગરિકને રાહત મળશે, જે પોતાના પૈસા અને સમય ખર્ચ કરીને અધિકારીઓની પાસે જાય છે અને તે પોતાની જગ્યાએ મળતા નથી.
યોગી આદિત્યનાથે ગત માર્ચ મહિનામાં સતત બીજી વખત ઉત્તર પ્રદેશના CM તરીકેની શપથ લીધી છે.અને પદ સંભાળ્યા પછી તરત જ એક વાર ફરી CM યોગી એક્શન મોડમાં આવી ગયા છે અને માફિયાઓ પર લગામ લગાવવાના કાર્યમાં લાગી ગયા છે.
યોગીની સાથે જ અધિકારીઓને કડક હૂકમ આપવામાં આવ્યા છે કે, બુલડોઝરની મદદથી અવૈધ નિર્માણને તોડવાની કાર્યવાહી માત્ર માફિયાઓ, અપરાધીઓના વિરુદ્ધ જ થાય અને સુનિશ્ચિત કરવામાં આવે કે કોઈ પણ ગરીબની ઝુંપડાઓ અથવા દુકાનો તોડવામાં ન આવે.અને બુલડોઝર CM યોગીના નેતૃત્વવાળી BJP સરકારનું પ્રતિક ચિન્હ બની ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.