કોંગ્રેસના પૂર્વ MLA ભાજપમાં જોડાયા,સૌરાષ્ટ્રમાં દલિત ચહેરા તરીકે મળશે મોટી જવાબદારી

2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડાવાનું અભિયાન શરૂ કરી દીધું છે. કેમકે થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ MLA પ્રાગજીભાઈ પટેલ, ગત રોજ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ પુનઃ ભાજપમાં જોડાયા છે.અને ત્યારે આજે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂ પણ ભાજપ ફરીથી જોડાયા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુએ પોતાના સમર્થકો સાથે અમદાવાદ ગોતા સર્કલ પાસે થી ગાંધીનગર કમલમ સુધી રેલી યોજી હતી.અને બાદમાં ગાંધીનગર સ્થિત કમલમની ઓફિસમાં ભાજપના નેતાઓ ઉપસ્થિતીમાં કેસરિયો ખેસ પહેર્યો હતો. મહત્વનું છે કે, પ્રવીણ મારૂએ તાજેતરમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. ભાજપ પ્રવીણ મારુને સૌરાષ્ટ્રમાં દલિત સમુદાયનો ચહેરો બનાવાય તેવી શક્યતા છે. આ સાથે 2022ની ચૂંટણી પહેલા બોર્ડ નિગમમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. અને મહત્વનું છે કે, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

ભાજપમાં જોડાતા જ પ્રવીણ મારૂએ કરી દીધી મન ની વાત કહી દીધી હતી. પ્રવીણ મારૂએ મીડિયા સમક્ષ પ્રવીણ મારૂએ મુખ્યમંત્રી બનાવાનું સપનું હોવાની વાત કરી હતી.અને તેમણે જણાવ્યું પક્ષ મને મુખ્યમંત્રી બનાવે તો પણ મને શું વાંધો હોય તેમણે જણાવ્યું કે, ચૂંટણી લડવાની ઈચ્છા કોને ના હોય ? પક્ષ ટિકિટ આપશે તો જરૂરથી ચૂંટણી લડીશ. અને ટિકિટ ન આપે તો જે જવાબદારી આપશે તે સ્વીકારીશું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.