સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના પ્રમુખ તરીકે જયદેવ શાહની વરણી

ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહની વરણી

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશન (Saurashtra Cricket Association)નાં નવા સભ્યોની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રમુખ તરીકે નિરંજન શાહ (Niranjan Shah)ના પુત્ર જયદેવ શાહ (Jaydev Shahની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી તરીકે કરણ શાહ અને ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરાની વરણી થઈ છે. આ સિવાય કાઉન્સિલના સભ્યો તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહ ચૂંટાઈ આવ્યા છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના ઈલેકટ્રોલ ઓફીસર વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26મીએ ચૂંટણી યોજાવાની હતી. ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

કોણ છે જયદેવ શાહ

36 વર્ષીય જયદેવ શાહ બીસીસીઆઈના પૂર્વ સેક્રટરી નિરંજન શાહનો પુત્ર છે. જયદેવ શાહે સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની પણ જવાબદારી નિભાવી છે. જયદેવ શાહે 120 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 સદી અને 20 અડધી સદી સાથે 5354 રન બનાવ્યા છે. 110 મેચમાં સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટનશિપ કરી છે. જે એક ઘરેલું રેકોર્ડ છે. તેની કેપ્ટનશિપમાં સૌરાષ્ટ્ર 2012-13 અને 2015-16ની રણજી ટ્રોફીમાં રનર્સ અપ રહ્યું હતું. 2007-08માં ટીમને વિજય હઝારે ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.