2019 ભારત માટે વાવાઝોડાનું વર્ષ, સાતમુ વાવાઝોડું બુલબુલ 9 તારીખે ઓરિસ્સા સુધી આવશે

ભારતમાં એક વર્ષમાં ત્રાટકેલા વાવાઝોડાંની સંખ્યાનો રેકોર્ડ આ વર્ષે તૂટશે તેમ હવામાનની આગાહી કરતી જાણીતી સંસ્થા સ્કાયમેટનું કહેવું છે. આ વર્ષે સાત વાવાઝોડાં આવવાથી 33 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહેલું બુલબુલ વાવાઝોડું આધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં 9 નવેમ્બર સુધી ત્રાટકે તેવી શક્યતા છે. સ્કાયમેટે કહ્યું- 2019માં આ સાતમું વાવાઝોડું છે જે ભારતને અસર કરશે. 2018માં પણ સાત સાયક્લોન નોંધાયા હતા. 2019માં આ આંકડો આંટી જવાની શક્યતા છે.

બુલબુલના કારણે નવેમ્બર 9 થી 12 તારીખ વચ્ચે આન્ધ્રપ્રદેશ અને ઓરિસ્સાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. સ્કાયમેટ પ્રમાણે ઉત્તરી અંદમાન પાસેના સમુદ્રમાં હળવુ દબાણ સર્જાયુ છે. 5થી 6 નવેમ્બર સુધીમાં આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં ઉદભવશે. ત્યારબાદ તે વાવાઝોડું બનીને આગળ વધે તેવી સંભાવના છે. આન્ધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

ભારતીય હવામાન વિભાગના RSMCTC વિભાગ પ્રમાણે છેલ્લે 1985માં સાત વાવાઝોડા આવ્યા હતાત. તેમાં બે વાવાઝોડાં, એક તીવ્ર વાવાઝોડું, ત્રણ અત્યંત તીવ્ર વાવાઝોડા અને એક અતિભારે વાવાઝોડું હતું. આ વર્ષે જુલાઈમાં તેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. 2017માં વાવાઝોડાની સંખ્યા ત્રણની હતી. એક અન્ય રિપોર્ટ પ્રમાણે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં વાવાઝોડાં ઉદ્ભવવાની પ્રક્રિયા ત્રણ ગણી વધી ગઇ છે. છેલ્લા અમુક દાયકાઓની સરખામણી પ્રમાણે જ્યારે દર વર્ષે માત્ર એક જ અતિ તીવ્ર વાવાઝોડું આવતું તેના કરતા હવે એવરેજ સંખ્યા દર વર્ષે ત્રણ વાવાઝોડાંની થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.