હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પુરી થઇ છે અને આ વખતે બોર્ડની પરીક્ષા બે વર્ષ પછી લેવાઈ હતી.અને જેમાં ઘણા એવા દુઃખદ દ્રશ્યો પણ સર્જાયા હતા, એવી જ રીતે ઘણા વિદ્યાર્થીઓએ નાપાસ થવાની બીકથી ઘર પણ છોડી દીધું હતું.
એવા જ એક વિદ્યાર્થી વિષે જાણીએ જે નાપાસ થવાના ડરથી ઘરેથી જતો રહ્યો હતો અને ઘરે એક ચિઠ્ઠી લખીને મુકતો ગયો સુરતમા અડાજણ પાલનપુર પાટિયા પાસે રહેતા એક પરરિવારનો સોળ વર્ષનો દીકરો જેને આ વર્ષે ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપી હતી.
તેની પરીક્ષા પુરી પણ થઇ ગઈ હતી અને પરીક્ષા પુરી થયા પછી તેને એવું હતું કે તે નાપાસ થશે એટલે તેને બહુ જ ડર હતો, તો યુવકે એક ચિઠ્ઠી લખી અને તેમાં એવું લખ્યું હતું.કે, તેના સપનાઓ ઘણા ઊંચા છે અને તે સપનાઓ પુરા નહિ થતા તે જાય છે આવું કહીને તે રવિવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો અને આ ઘટના પછી પરિવારને જયારે ખબર પડી કે દીકરો ઘરે નથી તો આખો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.
પછી દોડધામ થઇ ગઈ અને દીકરાને શોધવા સંબંધીઓના ઘરે તપાસ કરી અને તેના મિત્રોને ઘરે પણ તપાસ કરી.અંતે અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને પરિવારે પોલીસને બધી જ વાત કરી તો પોલીસે દીકરાને શોધવા માટેનું કામ ચાલુ કરી દીધું.
પોલીસે પહેલા ટિમો બનાવી અને તેનું મોબાઈલ લોકેશન છેલ્લું જ્યાં હતું એ પણ જોઈ લીધું.અને તપાસમાં જાણવા મળ્યું કે તે તેના મિત્રના ઘરે ગયો હતો અને એવું પણ કહ્યું હતું કે તેને ભણવામાં રસ નથી તેને કંઈક કામ કરવું છે.જેથી તે એટલામાં જ ફરતો હતો અને પોલીસ શોધતી શોધતી ગઈ અને આ યુવક એલપી સવાણી રોડ પર પેટ્રોલ પમ્પની સામે જ બેસ્યો હતો અને આમ પોલીસે ફક્ત ત્રણ જ કલાકમાં દીકરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.