અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત ઉપરથી છલાંગ લગાવનારી છોકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..

દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું મોત થઈ ગયું છે. ઘટના દરમિયાન જરૂર ચાદર લઈને ઊભા જવાનોએ એ છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ છોકરીને ગંભીર ઇજા થઈ હતી એવામાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. આ ઘટનાની વાત કરીએ તો સવારે 7 વાગીને 28 મિનિટ પર છોકરી અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પર ચડી હોવાનું નજરે પડ્યું હતું. તેને મેટ્રો સ્ટેશનની છત પર જોઈને બધા CISFના જવાનો હેરાન રહી ગયા હતા અને તેને ન કૂદવાની અપીલ કરી રહ્યા હતા પરંતુ તમામ પ્રયાસો છતા પણ છોકરીએ છત પરથી છલાંગ લગાવી દીધી હતી.

જે સમયે છોકરીએ છલાંગ લગાવી ત્યારે નીચે CISFના કેટલાક જવાન ચાદર લઈને ઊભા હતા. તેમનો પ્રયત્ન હતો કે જો છોકરી છલાંગ લગાવશે તો તેને પકડી લેવામાં આવશે પરંતુ છોકરીની ટક્કર એટલી જબરદસ્ત હતી કે છોકરી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગઈ. તેને તાત્કાલિક લાલ બહાદુર હૉસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેનું મોત થઈ ગયું અને કહેવામાં આવી રહ્યું છે કે છોકરી દિવ્યાંગ હતી જે ન તો બોલી શકતી હતી અને ન તો સાંભળી શકતી હતી.

CISFએ પોતાના સત્તાવાત ટ્વીટર અકાઉન્ટ પર આત્મહત્યા કરવાના પ્રયાસની ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે CISF જવાનો દ્વારા તાત્કાલિક અને વિવેકપૂર્ણ પ્રતિક્રિયાએ અક્ષરધામ મેટ્રો સ્ટેશન પરથી કૂદનારી છોકરીનો જીવ બચાવ્યો.અને વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આટલી ઊંચાઈથી છોકરી કૂદી જાય છે. ત્યાં ઉપસ્થિત પોલીસના જવાનો અને લોકો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હવે આ છોકરીના મોતના સમાચાર આવ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.