સુરતમાં આપના કોર્પોરેટર કનુ ગેડિયાની કારમાંથી ચોરી કરવામાં આવી હતી જેમાં આપના કોર્પોરેટર કારમાંથી વિવિધ કૌભાંડોના દસ્તાવેજોની ચોરી થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.
કનું ગેડિયા જ્યારે થિયેટરમાં ફિલ્મ જોવા ગયા તે સમયે કારના કાચ તોડી માત્ર દસ્તાવેજોની ચોરી કરવામાં આવી હતી.અને તેમનો આરોપ છે કે ચોરી ઈરાદા પૂર્વક કરવામા આવી હતી. કારણ કે કારમાંથી લેપટોપ સહિતની સામગ્રી છોડી માત્ર દસ્તાવેજોની જ ચોરી કરવામાં આવી છે અને ચોરી કરાયેલા મનપાના વિવિધ કૌભાંડોના દસ્તાવેજો હતા. કનુ ગેડિયા વોર્ડ નંબર 3ના આપના કોર્પોરેટર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.