લાગે છે કે અઝાન વર્સીસ હનુમાન ચાલીસાનો મુદ્દો હવે દેશભરમાં ચગ્યો છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવાની આપેલી ચિમકી પછી, વારાણસી અને અલીગઢમાં પણ હનુમાન ચાલીસા પઠન શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે ભાજપના એક મોટા નેતાએ જાહેરાત કરી છે કે દેશભરના મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર મુકાવીશું અને દરરોજ હનુમાન ચાલીસા વાગશે.
ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજએ જાહેરાત કરી છે કે આખા દેશના મંદિરોમાં મફત લાઉડસ્પીકર લગાડવામાં આવશે અને દરરોજ દેવી-દેવતાના ભજન કિર્તન અને હનુમાન ચાલીસા વગાડજો. હવે બીજી વાત કરતા પહેલાં મોહિત કંબોજે કોણ છે કે જાણી લઇએ. તમને શાહરૂખના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ યાદ છે? મહારાષ્ટ્ર સરકરાને કેબિનેટ મંત્રી અને NCP નેતા નવાબ મલિકે મોહિત કંબોજ પર આરોપ મુક્યો હતો કે તે આર્યન ખાન કેસમાં મોહિત માસ્ટર માઇન્ડ છે અને મોહિતના ટવીટર બાયોડેટામા તે ભાજપનો કાર્યકર બતાવે છે અને ઘણા મહત્ત્વના પદ સંભાળી ચૂક્યો છે.
મોહિત કંબોજે મફતમાં લાઉડસ્પીકર બાબતે દેશભરના મંદિરોના ટ્રસ્ટને પત્ર લખ્યા છે. મોહિતે લખેલા પત્રમાં ભૂતકાળ, વિદેશીઓના આક્રમણની ચર્ચા અને ભવિષ્યમાં સાવચેત રહેવાની વાત લખવામાં આવી છે અને મોહિતે પત્રમાં હિંદુઓને જાતિગત ભાવનાઓથી ઉપર ઉઠીને એકજૂટ થવાનું આહવાન કર્યું છે. મોહિતે પત્રમાં કહ્યું છે કે દેશભરના મંદિરોમાં મફતમાં લાઉડસ્પીકર લગાવવામાં આવશે.
ભાજપ નેતા મોહિત કંબોજે પત્રમાં લખ્યું છે કે લાઉડસ્પીકરના અવાજની તીવ્રતા સુપ્રીમ કોર્ટ, પોલીસ અને સ્થાનિક તંત્રની માર્ગદર્શિકા મુજબ જ હોવી જોઇએ અને કંબોજેએ આગળ લખ્યું કે કાયદાનું કોઇ પણ રીતે ઉલ્લંઘન ન થવું જોઇએ.
મસ્જિદોમાં અઝાન વખતે થતા લાઉડસ્પીકરના ઉપયોગ બાબતે અનેક વખત વિરોધ થઇ ચૂક્યા છે. જાણીતા સિંગર સોનુ નિગમે પણ અગાઉ કહ્યું હતું કે મસ્જિદોના લાઉડસ્પીકરને કારણે ડિસ્ટર્બન્સ થાય છે અને તો તાજેતરમાં ગાયિકા અનુરાધ પૌડવાલે પણ લાઉડસ્પીકર પર નિવેદન આપ્યું હતું કે ઇસ્લામિક દેશોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો નથી તો અહીં શું કામ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.