ગઈકાલની IPL મેચમાં હાર્દિક પંડ્યાએ સ્ટમ્પ્સ તોડી દીધા. ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટને IPL 2022ની 24મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુકાબલા દરમિયાન સંજૂ સેમસનને રન આઉટ કરવા માટે એવો થ્રો ફેંક્યો, જેથી સ્ટંપ જ બે ભાગમાં વહેંચાઇ ગયા. પંડ્યાનાં કારણમાં ચર્ચા સોશિય મીડિયા પર ચારેય તરફ જોવા મળે છે. પોતાના શાનદાર પ્રદર્શનથી તેઓ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા.અને પંડ્યાએ પહેલા 87 રન બનાવ્યા અને પછી એક વિકેટ પણ લીધી. ત્યાર બાદ તેમણે રાજસ્થાનનાં કેપ્ટનને આઉટ કર્યા.
જેવા તેમણે સેમસનને રન આઉટ કર્યા, ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખુશીની લહેર જોવા મળી, પરંતુ તેમના થ્રોએ આયોજકોને ચિંતામાં મૂકી દીધા છે. એક થ્રોએ તેમનું ભારે નુકસાન કરાવ્યું છે.અને પંડ્યાનાં એક થ્રોએ BCCIનું લાખ, 2 લાખ, 5 લાખ કે 10 લાખનું નહી, પરંતુ તેનાથી પણ ઘણું વધારે નુકસાન કરાવ્યું છે.
ગુજરાતનાં કેપ્ટનનો સ્ટમ્પ થ્રો જોવામાં તો શાનદાર લાગ્યો,પણ તેનાંથી ખૂબ જ મોટું નુકસાન પણ થયું છે અને ટેકનોલોજીથી ભરપૂર આ સ્ટમ્પનાં એક સેટની કિંમત 35 થી 40 લાખ રૂપિયાની આસપાસ હોય છે.
સ્ટમ્પ્સનાં એક સેટની કિંમત ટીમની મેચ ફીસ જેટલી હોય છે. વનડે મેચ રમનાર ભારતીય પ્લેયિંગ ઈલેવન ટીમને લગભગ 60 લાખ રૂપિયા અને T20 ટીમને 33 લાખ રૂપિયા મળે છે. જ્યારે સ્ટમ્પનાં એક સેટની કિંમત લગભગ આટલી જ હોય છે.અને IPLની ગયા વર્ષની સીઝનનાં સ્ટમ્પ્સની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી. T20 વર્લ્ડકપમાં પણ આટલી જ કિંમતના સ્ટમ્પ્સનાં સેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
LED સ્ટમ્પ ઓસ્ટ્રેલિયાનાં બ્રોન્ટે એકરમેનએ બનાવ્યા હતા. તેમણે બિઝનેસ પાર્ટનર તરીકે ડેવિડ લેગિટવુડ સાથે ઇન્ટરનેશનલ ગઠન કર્યું હતું અને 2013માં બિગ બેશ લીગ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પોતાનો આઈડિયા વહેંચ્યો હતો.અને આઈસીસીએ 2013માં બાંગ્લાદેશમાં T20 વર્લ્ડ કપ દરમિયાન એક પ્રયોગ તરીકે તેનો ઉપયોગ કર્યો હતો, જેને સારો રિસ્પોન્સ મળ્યો હતો.
LED સ્ટમ્પ્સ અમ્પાયરિંગમાં મદદરૂપ છે, આ ટેકનોલોજીને કારણે તેની કિંમત પણ ખૂબ જ વધારે છે અને બેલ્સમાં લાગેલા માઈક્રોપ્રોસેસર મૂવમેન્ટસ માપી લે છે. આ સાથે જ સ્ટમ્પ્સમાં હાઈ ક્વોલીટી બેટરી પણ હોય છે. આ જ કારણે જ્યારે બોલ બેલ્સ પર લાગે છે, તો રેડ લાઈટ થાય છે. આ સ્ટમ્પ્સનાં સેંસર સેકન્ડનાં 1000માં હિસ્સાની મૂવમેન્ટ પણ જણાવે છે. એક બેલની કિંમત જ 50 હજાર રૂપિયાથી વધારે હોય છે.અને ટ્રાન્સપરંટ પ્લાસ્ટિકથી બનેલ બેલ્સ પર જો બોલ જરા પણ ટચ થઇ જાય છે, તો જાણ થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.