હવે લોકો બોલીવુડની ફિલ્મ તરફથી સાઉથની ફિલ્મ તરફ વળ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સાઉથની ફિલ્મોને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ રીલીઝ થયેલી KGF ચેપ્ટર 2ને લઈને સુરતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી. સુરતના થ્રિયેટરોમાં વહેલી સવારે 05:15 મિનિટનો શો શરૂ થઈ ગયો હતો. તો રાત્રે 01:10 મિનિટનો શો પણ શરૂ હતો. મહત્વની વાત તો એ કહી શકાય કે, સુરતમાં હિન્દી, તેલુગુ અને કન્નડ ભાષામાં KGF ચેપ્ટર 2ના શો યોજાઇ રહ્યા છે અને સુરતના ઇતિહાસમાં કદાચ આ ઐતિહાસિક ઘટના હોઈ શકે છે. બીજી તરફ શુક્રવારના રોજ KGF ચેપ્ટર 2ના 344 જેટલા શો યોજાશે. એવું પણ કહેવાય છે કે, આટલા બધા શો એક જ દિવસમાં યોજાય તે પણ કદાચ પહેલીવાર બન્યું હશે.
મહત્વની વાત છે કે, કોઈ પણ ફિલ્મ શુક્રવારના રોજ રીલિઝ થાય છે પરંતુ KGF ચેપ્ટર 2 ફિલ્મ ગુરૂવારના રોજ રીલિઝ થઈ હતી અને ગુરુવારના રોજ વહેલી સવારે 5:00 છે અને થિયેટરોમાં શો શરૂ થઈ ગયા હતા અને પહેલા જ દિવસે 70 હજાર કરતા પણ વધારે લોકોએ આ ફિલ્મ જોઈ હોવાની માહિતી મળી રહી છે.
મહત્વની વાત છે કે, KGF ફિલ્મના પહેલા ભાગ ભાગને લઈને KGF ચેપ્ટર 2 રિલીઝ થવાની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોની આતુરતા ખૂબ જ વધી હતી.અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે લોકોનો પણ પ્રેમ ખૂબ જ સારો મળી રહ્યો છે.
સુરતમાં મલ્ટિપ્લેક્સ સાથે સંકળાયેલા એક સંચાલકે જણાવ્યું હતું કે, અનેક મલ્ટિપ્લેક્સમાં તો સવારે 5:15 વાગ્યાનો શો શરૂ થઈ ગયો હતો અને સુરતના ઇતિહાસની આ પહેલી ઘટના છે. મહત્વની વાત છે કે સુરતમાં 16 જેટલા મોટા મલ્ટિપ્લેક્સ છે અને 16 મલ્ટિપ્લેક્સમાં 28 સ્ક્રીન છે.અને તો બીજી તરફ મલ્ટિપ્લેક્સ અને નાના સિનેમા મળીને કુલ 25 જેટલા સિનેમાગૃહ છે અને તમામ સિનેમામાં એક દિવસમાં 344 શો KGF ચેપ્ટર 2ના યોજાશે. આટલી સંખ્યામાં ડિસ્પ્લેમાં પહેલીવાર શો યોજાશે તેવી પણ આ પહેલી ઘટના હશે. મહત્વની વર્તનછે કે, 15 એપ્રિલના રોજ નાના-મોટા સિનેમાગૃહમાં મળી 344 ડિસ્પ્લે પર KGF ચેપ્ટર 2 લોકોને બતાવવામાં આવશે.અને ત્યારે 14 તારીખે 25 જેટલા શો ફૂલ થઈ ગયા છે.
મહત્વની વાત છે કે શુક્રવારના રોજ 340 જેટલી ડિસ્પ્લે પર તેમજ હિન્દી, 3 ડિસ્પ્લે પર તેલુગુ અને 1 ડિસ્પ્લે પર કન્નડ ભાષામાં KGF ચેપ્ટર 2 લોકોને જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.