પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કોપી કેસમાં પકડાયેલા 40 થી વધુ વિધાર્થીના પરિણામ રદ કર્યા

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવી છે. જેમાં 229 વિદ્યાર્થીઓના એક સરખા જવાબ આવતા પરિણામ સ્થગિત કરાયા છે. તેમાં વર્ષ 2021માં લેવાયેલ BSC સેમ 2ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી છે. જેમાં 2021માં કેમેસ્ટ્રીના પેપરમાં 229 છાત્રોએ એક સરખા જવાબ લખ્યા હતા.અને તેમાં CCTV મંગાવી વધુ તપાસ પરીક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. તથા હાજર રહેલા સુપરવાઇઝરને નોટિસ આપવામાં આવી છે.

પાટણ હેમ.ઉ.ગુ.યુનિ.ના વહિવટી ભવનના હોલ ખાતે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિ અને કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં પરીક્ષાઓમાં ગેરરીતિના 9 કેસ અંગે ચર્ચા કરીને વર્ષ 2021માં લેવામાં આવેલ સાયન્સમાં સેમ-2ની પરીક્ષામાં એક જ કલાસમાં 29 વિદ્યાર્થીઓના કોપી કેસમાં અને અલગ અલગ ફેકલ્ટીમાં થયેલ 11 કોપી કેસ મળી 40 વિદ્યાર્થીઓના પરિણામો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.અને જયારે ભૂલથી ખિસ્સામાં મોબાઈલ રહી ગયો હોઈ તેવા કોપી કેસની ઘટનામાં માફી પત્ર લખાવાયું હતું.

આ ઉપરાંત વર્ષ 2022માં લેવામાં આવેલ સાયન્સ સેમ-5ની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી સમયે અધ્યાપકને એક જ કલાસના 200 વિદ્યાર્થીઓનું લખાણ એકસરખું હોવાનું ધ્યાને આવતા માસ કોપી કેસની ઘટના સામે આવતા આ કેસમાં ઓબ્ઝર્વરનું નિવેદન લેવું અને તે કોલેજના વર્ગખંડના ફૂટેજ 7 દિવસમાં રજૂ કરવા માટે કોલેજને સૂચના અપાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.