સુરતના સિંગણપોર રોડ પર આવેલી વિજયરાજ રો-હાઉસમાં રહેતો ઉપાધ્યાય પરિવાર જનોઈના કાર્યક્રમ માટે વતન ગયો હતો. ત્યારે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ કરી ઘરમાં તિજોરીમાંથી 1.90 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સિંગણપોર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કતારગામ ખાતે ધનમોરા ચાર રસ્તા પાસે જેકેપી નગરમાં રહેતા 34 વર્ષીય અંકિતકુમાર જયંતિલાલ ઉપાધ્યાય જાપાન માર્કેટમાં આવેલી માર્કેટીંગ ફર્મમાં નોકરી કરે છે. તેઓ મુળ ખાનપુર, મહીસાગરના વતની છે. અંકિતકુમારે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેમના મોટા ભાઈ નિલેશ ઉપાધ્યાયના ઘરે સિંગણપોર રોડ ઉપર આવેલા વિજયરાજ રો-હાઉસના ઘર નંબર-૧૭-૧૮ માં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.