જો તમે એરટેલના પ્રિપેડ ગ્રાહક છો તો તમને કંપની તરફથી 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળી શકે છે. આ માટે તમને 599 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લેવો પડશે. ભારતી એરટેલનાં ગ્રાહકોને આ વીમા કવર ભારતી અક્સા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની તરફથી આપવામાં આવશે, તેને લઈ બંને કંપનીઓમાં ડીલ પણ થઈ ગઈ છે.
સોમવારે ભારતી એરટેલના પ્રિપેડ પ્લાનની ઘોષણા કરવામાં આવી. 599 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને પ્રતિ દિવસ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને ડેઈલી 100 SMS મળશે. આ ઉપરાંત તેઓને 4 લાખ રૂપિયાનું જીવન વીમા કવર ભારતી અક્સા લાઈફ ઈન્સ્યોરન્સ તરફથી મળશે.
બંને કંપનીઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ રિચાર્જની વેલિડિટી 84 દિવસ છે અને જ્યારે પણ તમે ફરીથી રિચાર્જ કરાવશો ત્યારે કવરની અવધિ 3 મહિના માટે વધી જશે. આ પ્રિપેડ પ્લાન હેઠળ જીવન વીમા કવર 18-54 વર્ષનાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ માટે કોઈપણ પ્રકારનાં પેપરવર્ક કે મેડિકલ તપાસની જરૂર નથી. વીમાનું સર્ટિફિકેટ ડિજિટલ રીતે તત્કાલ મળી જશે. જો તમારે ઈન્સ્યોરન્સના દસ્તાવેજ પણ જોઈએ છે તો તેની પણ ડિલિવરી ઘરે કરવામાં આવશે. જીવન વીમા કવરનો લાભ મેળવવા માટે ગ્રાહકોને ફર્સ્ટ રિચાર્જ બાદ તેના માટે SMS કે એરટેલ રિટેલર મારફતે પંજીકરણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.