અયોધ્યા મંદિર માટે શ્રદ્ધાળુઓને કેટલો સમય રાહ જોવી પડશે ? જાણો ચંપત રાયે જણાવી આ તારીખ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય અને તીર્થ કરવા માટે શ્રદ્ધાળુઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે રામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શનિવારે જાણકારી આપી છે કે મંદિર વર્ષ 2024મા મકરસંક્રાંતિ પર તૈયાર થઈ શકે છે. રાજધાની દિલ્હીમાં અયોધ્યા પૂર્વ કાર્યક્રમ દરમિયાન ચંપત રાયે આ જાહેરાત કરી હતી.જોકે મેં પહેલા કહ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્દઘાટન વર્ષ 2023ના અંતમાં થશે. તેમણે કહ્યું કે તેની તારીખ પર અંતિમ મહોર લાગી શકતી નથી કેમ કે સુર્ય દક્ષિણાયનમાં છે એટલે મકરસંક્રાંતિ પર મંદિરનું ઉદ્દઘાટન કરવાનું અમારું લક્ષ્ય છે જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરશે.

તેમણે કહ્યું કે જેને (ઉત્તરાયણ) એક શુભ અવસર માનવામાં આવે છે. ટેક્નિકલી રીતે 14 જાન્યુઆરી પહેલાનો દિવસ વર્ષનો અંતિમ દિવસ હોય છે. એ દિવસ હશે ભગવાન રામ પોતાના વાસ્તવિક સ્થાન પર બિરાજમાન થશે. નિર્માણ કાર્યને લઈને ચંપત રાયે કહ્યું કે ભગવાન રામના બેસવા માટે ગ્રેનાઇટની 6 ફુટ ઊંચી ખુરશી તૈયાર કરવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ કે એક વખત આ વર્ષે ઑગસ્ટમાં પાયો અને ખુરશીનું કામ પૂરા થવા પર મંદિર નિર્માણ શરૂ થઈ જશે.

તેમણે એ પણ જાણકારી આપી કે પથ્થર કોતરણીનું કામ પણ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટ 2020મા મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. વાતચીત મુજબ રાજઘાટ સ્થિત ગાંધી સ્મૃતિ અને દર્શનના પરિસરમાં થઈ રહેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં શનિવારે સવારે શ્રીરામ ચરિત માનસનો અખંડ પાઠ શરૂ થયો.અને બપોરે સાંસદ રમેશ વિધૂડીએ અયોધ્યા પર પ્રદર્શની અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યાનાથ સરકારમાં રાજ્ય મંત્રી સતીશ શર્માએ અવધિ વ્યંજનોની સીતા રસોઈ અને અવધિ હાટનો શુભારંભ કર્યો હતો.

મુખ્ય સમારોહમાં મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા અને જ્યારે અતિથિ વિશેષમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના અધ્યક્ષ અને મણિરામ દાસ છાવનીના ઉત્તરાધિકારી કમલનયન દાસ, મહામંત્રી ચંપત રાય અને વરિષ્ઠ પત્રકાર જવહારલાલ કોલ હાજર રહ્યા હતા. ચંપત રાયે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ રામે જંગલમાં પણ સ્વઅનુશાસનનું પાલન કર્યું. આજકાલ ભેદભાવ સમાપ્ત કરવા માટે કાયદા બને છે પરંતુ રામે જટાયુ, નાવિક, શબરી, હનુમાન વગેરેમાં કોઈ ભેદભાવ ન કર્યો.અને રામ સાથે તેમના ભાઇઓએ પણ રાજ્ય પ્રત્યે કોઈ મોહ ન દેખાડ્યો, આ જ રામરાજની આધારશિલા બની.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.