દેશમાં હવે ઐતિહાસિક સ્થળોની મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ ટિકિટના પૈસા નહિ ચૂકવવા પડે.
સરકારે 31 માર્ચ 2023 સુધી ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવા તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને આદેશ કરવામાં આવ્યો છે. અને આ અંગે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય સૂત્રોએ જણાવ્યું કે 21 જેટલા ખાસ તહેવારો પર કોઈ પણ પ્રકારની ટિકિટ નહિ લેવી પડે અને ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતા સ્થળોએ ફ્રીમાં મુલાકાત લઈ શકશો.
સરકારે જે તહેવારો માટે ટીકીટ ફ્રી જાહેર કર્યા છે અને તેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વર્લ્ડ હેરીટેજ ડે, વર્લ્ડ હેરીટેજ વીક સેલીબ્રેશન, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, શિવરાત્રિ, મકર સંક્રાતિ, સાંચિ ઉત્સવ, અક્ષય નવમી તથા ઉદયગિરી પરિક્ર્તસ્મા ફેસ્ટીવલ, રાજરાની મ્યૂઝિક ફેસ્ટિવલ, સાંબ દશમી મેળા, માઘ સપ્તમી મેળો, મહાશિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા મેળો, આગારોનો ઐતિહાસિક શાહજહાં ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો, આગરા, મુક્તેશ્વર ડાંસ ફેસ્ટિવલ ભુવનેશ્વર વગેરે સામેલ છે. આમ આ દિવસો દરમિયાન તમે ફ્રી માં ફેમિલી સાથે મુલાકાત કરી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.