રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક મહત્ત્વની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તા.20 અને 21 એપ્રિલના રોજ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 2 દિવસ સુધી વરસાદી ઝાપટાની પૂરી શક્યતાઓ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ છે.અને ચોમાસાની શરૂઆતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ થાય એવી સંભાવના છે.
જ્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સીઝન દરમિયાન વરસાદ થઈ શકે.અને આ વરસાદ સમો સૂતરો રહી શકે છે. એપ્રિલ મહિલનાથી વાતાવરણ પલટાશે. તા.17 મે સુધી હવામાન હુંફાળું રહેશે. જોકે, દેશના હવામાન ખાતાએ પણ એવી આગાહી કરી હતી કે, આ વખતે ચોમાસું વહેલું શરૂ થશે. તા.25 મેથી તા.8 જૂન સુધીના સમયમાં સારો વરસાદ પડી શકે છે. બે દિવસ પૂર્વે ખાનગી એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાને લઈને રાહતના વાવડ આપ્યા હતા. અને મળતા રીપોર્ટ અનુસાર આ વખતે ચોમાસું સામાન્ય રહેશે પણ સારૂ રહેશે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં વાતાવરણ ગરમ રહ્યું છે. જ્યારે જૂનાગઢમાં બફારા અને ગરમીએ લોકોને રીતસરના અકળાવી નાંખ્યા છે. આ વખતે જો વહેલું ચોમાસું શરૂ થશે તો કેરીની સીઝન લાંબી નહીં ચાલે. એપ્રિલ મહિનો પૂરો થવામાં અઠવાડિયાની વાર છે તેમ છતાં હજુ સુધી ખાવા લાયક કેરીના દર્શન થયા નથી. જ્યારે અથાણા અને સલાડ માટેની કાચી કેરી પણ લિમિટેડ મળી રહી છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં કેરી માર્કેટ સુધી આવી જાય છે. પણ આ વખતે સીઝન મોડી શરૂ થવાને કારણે કેરીના પાકને અસર થઈ છે. અને એવામાં જો હજું સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ થયો તો પાક બગડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.