ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર દડવા રાંદલ માતાજીના દર્શને જતા પરિવારનો અકસ્માત, પતિ-પત્નું મોત

ભાવનગર હાઈવે પર છેલ્લા ચાર દિવસમાં બે મોટા જીવલેણ અકસ્માત થયા છે. સોમવારે ભાવનગર વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો પરિવાર માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે ટ્રકની અડફેટે પતિ-પત્નીનું મોત નીપજ્યું છે. બાઈક લઈને દર્શન કરવા માટે જતા પરિવારને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. અને જેના કારણે આ જીવલેણ અકસ્માત થયો હતો.બાઈકમાં બેઠેલા બાળકને પણ ઈજા પહોંચી છે. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક રસ્તા પર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં બાળકને પણ ગંભીર ઈજા થઈ છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી, પત્ની પાયલ તથા પુત્રને બાઈક પર લઈને માતાજીના દર્શન કરવા માટે જતા હતા. એ વખતે ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે પરિવાર દર્શન કરવા જતો હતો.અને ભાવનગર વલ્લભીપુર રોડપર ચમારડી ગામથી થોડે આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકે બાઈક પર જતા આ પરિવારને અડફેટે લેતા જીવલેણ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા પતિ પત્નીએ ઘટના સ્થળે જ પ્રાણ છોડી દીધો હતો. જ્યારે બાળકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ સારવાર હેતું ખસેડાયો હતો. અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોના થપ્પા હાઈવે પર લાગેલા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ રસ્તો ક્લિયર કરાવ્યો હતો. આ મામલે વલ્લભીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરી છે.અને ફરી એકવખત ભાવનગર હાઈવે ગોઝારો સાબિત થયો છે. બે દિવસ પહેલા પણ કારની ટ્રક સાથે ટક્કર થતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

રાજયમાં માર્ગ અકસ્માતની ઘટના દિવસે દિવસે વધી રહી છે. એવામાં ભાવનગર વલ્લભીપુર હાઈવે ફરી લોહીલુહાણ થઈ ગયો છે. આ પહેલા જ આટકોટ ગોંડલ હાઈવે ખારાચીયાની ગોળાઈ પાસે સવારે બે ફોર વ્હીલર સામસામી વ્હીલર ધડાકા ભરે અથડાઈ હતી. જેમાં મારુતિ વાન ખારાચીયા થી આવતી હતી જે સ્કુલ વાનમા બાળકો ભરી વીરનગર તરફ જતા હતા ખારચીયા ની ગોળાઈ સામે થી આવતી એસન્ટ કાર સાથે મારુતિ વાન ધડાકાભેર અથડાઈ હતી એસંનટ રોડ નીચે ઉતરી ગઈ હતી અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા.અને જેમાં કુલ સાત વ્યક્તિઓને ઈજા થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.