મારુતિ સુઝુકીએ ભારતીય માર્કેટમાં ગ્રાહકોની ફેવરિટ બે બજેટ કાર Alto અને S-Presso ના વેરિયન્ટસનું વેચાણ બંધ કરી દીધું છે.અને કંપનીએ S-Presso ના 6 વેરિયન્ટસ અને Alto ના 3 વેરિયન્ટસનું ભારતમાં વેચાણ બંધ કરી દીધું છે. મારુતિ સુઝુકી S-Presso ની STD, LXI, VXI, VXI AMT, LXI CNG અને VXI CNGનું વેચાણ બંધ કરી દીધું છે. તેમજ, મારુતિ સુઝુકી Alto ના STD, LXI અને LXI CNG વેરિયન્ટ બંધ કરી દીધા છે. કંપનીએ આ બંને કારોના એવા વેરિયન્ટસને જ ડિસ્કન્ટીન્યુ કર્યું છે, જેમની સાથે સામાન્ય રૂપથી માત્ર 1 એટલે કે ડ્રાઈવર સાઈડ એરબેગ આપવામાં આવે છે.
જો તમે આમાંથી કોઈ વેરિયન્ટને ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા, તો તમને નિરાશ થવાની કોઈ જરૂર નથી, પણ આ સારા સમાચાર સાબિત થશે.અને ભારત સરકારે તમામ કારોની સાથે 2 એરબેગ્સ આપવાના જલદી જ ફરજિયાત કરવામાં આવશે, તેવા સમયે આ તમામ બંધ થનારા વેરિયન્ટસને કંપની ટૂંક સમયમાં જ બે એરબેગ્સની સાથે લોન્ચ કરી શકે છે. કંપનીએ હાલમાં જ નવી 2022 અર્ટીગા ભારતમાં લોન્ચ કરી છે અને 21 એપ્રિલ એટલે કે આજે ગ્રાહકોની પસંદિત XL6ની ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે કંપની બે એરબેગ્સની સાથે અનેક કારો ભારતમાં લોન્ચ કરવાના પ્લાનને સાથે લઈને ચાલી રહી છે.
એપ્રિલમાં અનેક મોટા વાહન નિર્માતાઓના પછી હવે દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પણ પોતાની કારોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની વાત કહીને સોમવારે એટલે કે 18 એપ્રિલ 2022થી કિંમતોમાં વધારો થવાની જાહેરાત કરી છે. પોતાની રેગુલેટરી ફાઈલિંગમાં મારુતિ સુઝુકીએ તમામ કારોની કિંમતોમાં 1.3 ટકા વધારો કરવાની માહિતી આપી છે.અને કંપનીએ કહ્યું છે કે, ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી નાની ભાગીદારી ગ્રાહકોના નામે કરવામાં આવી રહી છે.
ટૂંક સમયામાં જ પોતાની S-Presso કારણે ડુઅલજેટ પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરશે. વર્તમાન S-Pressoમાં 1.૦ લીટરનું K10B પેટ્રોલ એન્જિન આપવામાં આવે છે, જે 68bhpની પાવરને જનરેટ કરે છે. આને K10C ડુઅલજેટ એન્જિન દ્વારા રિપ્લેસ કરવામાં આવશે,જે 67bhpની પાવર જનરેટ કરવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.